Power Thresher Sahay Yojana: ખેડૂત મિત્રો માટે બહુ જ સારી યોજના જે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. જેના થકી ખેડૂતોને પાવર થ્રેસર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. કે જે થ્રેસર દ્વારા તમે પાકોને હાર્વેસ્ટિંગ કર્યા બાદ તેમાંથી થ્રેસર થી પાકને નીકાળી શકો છો. જે નાના ખેડૂતો છે જેમને ટ્રેક્ટર કરાવે છે અને જે થ્રેસર બહાર બીજા ખેડૂતોને ત્યાં થ્રેશરિંગ કરે છે તે ખેડૂતો માટે આ એક કમાણીનો સ્ત્રોત બની રહે છે અને તેમને રોજગાર પૂરો પાડે છે જેના થકી ગરીબ પરિવારોને રોજગાર પણ મળી રહે છે.
આ રીતે સરકાર દ્વારા પાવર થ્રેસર માટે સહાય આપવામાં આવે છે તો આ સહાયનો લાભ કયા ખેડૂતો મેળવી શકશે કોને કોને લાભ નહીં મળે અને તેના માટે શું પાત્રતાઓ છે અને અરજી ક્યાં કરવી તે વિશેની સંપૂર્ણ માહિતી આ લેખની અંદર આપણે વિસ્તારપૂર્વક જાણીશું.
Power Thresher Sahay Yojana
આ યોજના થકી ગુજરાત સરકાર જે નાના અને સીમાંત ખેડૂતો છે તેમને ખેતી કરવામાં સહાય મળી રહે અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે તથા ગરીબ પરિવારને રોજગાર મળી રહે તેવા હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતો માટે આ યોજના બહુ જ લાભદાય અને શ્રેષ્ઠ યોજના છે. જેનો પાત્રતા ધરાવતા દરેક ખેડૂત મિત્રોએ લાભ મેળવવો જોઈએ.
મળવા પાત્ર લાભ
પાવર થ્રેસર યોજના ની અંદર પાવર થ્રેસર ખરીદવા માટે સહાય આપવામાં આવશે તે નીચે જણાવેલ છે.
સામાન્ય ખેડૂત માટે
- સામાન્ય ખેડૂતો માટે ટ્રેક્ટર પાવર ટીલર 20 bhp સુધી ચાલતા ની ખરીદી ઉપર કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 25000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.
- જો 20 થી 35 બીએચપી સુધીનું પાવર ટીલર ખરીદવા માટે ખરીદ ઉપરના કુલ ખર્ચના 40% અથવા તો મહત્તમ રૂપિયા 30,000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.
- જો તમે 35 બીએચપી થી વધુ નું પાવર ટીલર ખરીદો છો તો તેમાં તમને કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા ૮૦ હજાર જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થાય છે.
અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો માટે
- ટ્રેક્ટર અને પાવર ટીલર જે 20bhp સુધી થી ચાલતા હોય તેની ખરીદી ઉપર તમને કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 30,000 મહત્તમ એ બંનેમાંથી જે ઓછું હશે તે મળશે.
- જો 20 થી 35 બીએચપી સુધીનું ખરીદવા માંગતા હો તો રૂપિયા 40,000 અથવા તો 50% જે બંનેમાંથી ઓછું છે તે મળશે.
- અને જો તમે 35 બીએચપી થી વધુ નું ખરીદવા માંગતા હો તો કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 1,00,000 એ બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર થશે.
પાત્રતા અને માપદંડ
પાવર સ્ટેશન યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે કેટલા માપદંડો હેઠળ યોજનામાં લાભ મળશે જે નીચે દર્શાવેલ પ્રમાણે છે.
- આ અરજી આજીવન એક જ વખત થઈ શકશે
- ડિસ્કવરી ના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં
- સાધનની ખરીદી સમાવિષ્ટ ઉત્પાદકના અધિક્રતા જોડેથી કરવાની રહેશે
- સાધનનું બિલ અરજદાર ના નામ ઉપર હોવું જોઈએ
- બિલ અસલ જીએસટી વાળું હોવું જોઈએ.
- અલગ અલગ બીએચપીના સાધનો પ્રમાણે અલગ અલગ ઉપર બતાવેલ સહાય મળવા પાત્ર થશે
યોજનાનો લાભ કઈ રીતે મેળવવો
- આયોજન લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- આઈ પોર્ટલ વેબસાઈટ ની અંદર ખેતીવાડી યોજના ની અંદર તમે ફોર્મ ભરી શકો છો
- આ યોજનામાં વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવાના રહેશે.
- ટૂંક સમયમાં ખેતીવાડી યોજના ની અંદર આ પાવર થ્રેસર યોજનાનો ફોર્મ ભરવાના ચાલુ થશે.
Read More :- PM Awas Yojana 2024 List: પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ તપાસો