GPSC Bharati 2024-25: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2,800 જગ્યા માટે બમ્પર ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now

GPSC Bharati 2024-25 : સામાન્ય રીતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રેગ્યુલર જાહેરાત કરવામાં આવે છે પરંતુ ભરતી ની સંખ્યા ઓછી હોય છે પણ આ વખતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક સાથે 2800 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી છે, તેથી જે ઉમેદવારો જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છે અને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે તેઓ માટે આજનો આ લેખ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

GPSC Bharati 2024-25 | ટોટલ 2800 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગમાં આરોગ્ય વિભાગમાં અલગ અલગ પદ માટે ભરતીની જાહેરાત કરાઈ છે, બધા પદ પર થઈને ટોટલ 2800 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ક્યાં પદ પર કેટલી ભરતી થશે તેની માહિતી નીચે પ્રમાણે છે.

  • મેડકલ ઓફિસર પદ માટે 1506 જગ્યાઓ
  • જનરલ સર્જન પદ માટે 200 જગ્યાઓ
  • ફિઝિશિયન સ્પેશ્યાલિસ્ટ પદ માટે 277 જગ્યાઓ
  • ગાયનોકોલોજિસ્ટ પદ માટે 273 જગ્યાઓ
  • ઈશ્યોરન્સ મેડિકલ ઓફિસર પદ માટે 147 જગ્યાઓ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓને જણાવી દઈએ કે આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 21-11-2024 ના રોજ થઈ ચૂકી છે અને ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ 10-12-2024 છે તો ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરી દેવું.

કોણ કોણ અરજી કરી શકે ?

અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ખૂબ જ જરૂરી હોય છે, અહી દરેક પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરેલ છે તેથી તમે જે પદ પર અરજી કરવા ઈચ્છતા હોય તે પદ માટે શૈક્ષણિક લાયકાતની માહિતી ગુજરાત જાહેર સેવા આયોગની સતાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો જે ઉમેદવારની ઉમર 20 વર્ષથી 35 વર્ષ સુધીની છે તે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી કયાં કરવી ?

જે ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવારો એ છેલ્લી તારીખ પહેલાં https://gpsc-ojas.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈ યોગ્ય માહિતી ભરીને ઓનલાઇન અરજી કરી શકો છો.

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જે મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓને આ માહિતી જરૂર શેર કરજો તેમજ આવી રીતે નવી નવી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment