પંપ સેટ્સ યોજના 2024: ખેડૂતોને પિયત માટે પંપ સેટ્સ ખરીદવા ઉપર મહત્તમ રૂ 33,525 સુધીની સહાય

WhatsApp Group Join Now

પંપ સેટ્સ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. પંપ સેટ્સ યોજનાની અંદર ખેડૂતોને કુલ ₹33,525 સુધી સબસીડી સહાય આપવામાં આવશે. 

સબમર્સીબલ પંપ જે ઇલેક્ટ્રીક મોટર અને ડીઝલ એન્જિન થી ચાલતા હોય છે જેને પાણીની સિંચાઈ માટે ખેડૂતો જમીનની સિંચાઈ કરવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. તે પ્રકારની મોટરો એટલે કે પંપ સેટ્સ કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવેલી છે અને આ યોજનાની અંદર હાલ ફોર્મ ભરવાના ચાલુ છે. 

પંપ સેટ યોજના 2024

ખેડૂત મિત્રો તમારે જો ડીઝલ ઇલેક્ટ્રીક કે સબમરસીબલ પંપ સેટ ખરીદવા હોય તો તેના અંદર સહાય આપવામાં આવશે સરકાર તરફથી તેની અંદર સબસીડી આપવામાં આવતી હોય છે. જેના માટે ખેડૂતોએ મહત્તમ 10 એચપી સુધીનો પંપ સેટ ખરીદી શકે છે.

પંપ સેટ યોજના દ્વારા મળવા પાત્ર સહાય 

સામાન્ય ખેડૂતો માટે ઈલેક્ટ્રીક મોટર 3 HP  સુધી ને ખરીદવા ઉપર ખર્ચના 75% અથવા રૂપિયા 8,600 જે બંનેમાંથી ઓછું હશે તે અને 5 HP માટે ખર્ચના ₹75% અથવા રૂપિયા 9,750 જે બંનેમાંથી ઓછું હશે તે. 7.5 HP ની મોટર માં ખર્ચના 75% અથવા રૂપિયા 12,900 તેમાં પણ જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે. 

સબમર્સીબલ પંપ સેટ સામાન્ય ખેડૂતો માટે ત્રણ એચપી ની ખરીદી ઉપર 75% અથવા 15750 રૂપિયા દરેક ઉપર જે બંને માંથી ઓછું છે તે મળવા પાત્ર રહેશે તે પ્રમાણે પાંચ એચપી માં 75% અથવા રૂપિયા 22,350, 7.5 HP માં ખર્ચના 75% અથવા રૂપિયા 27,975, 10 એચપી માં મા ખર્ચના 75% અથવા રૂપિયા 33,525 આ બંને પ્રમાણે જે ઓછું છે તે મળવા પાત્ર રહેશે. 

ઓઇલ એન્જિન સામાન્ય ખેડૂતો માટે મશીનની ખરીદી માટે ત્રણ થી 3.5 એચપી મા ખર્ચના ટકા 75 અથવા રૂપિયા 8,700 જે બંને માંથી ઓછું છે તે મળશે તે પ્રમાણે નીચે પણ પાંચ એચપી માટે ખર્ચના 75% અથવા રૂપિયા 12000, 7.5 થી 8 એચપીમાં ખર્ચના ટકા અથવા રૂપિયા 13, 500, 10 એચપી માટે ખર્ચના 75% અથવા ₹13,875 જે બંનેમાંથી ઓછું છે તે મળવા પાત્ર રહેશે. 

પંપસેટ ખેતીવાડી યોજના

આ રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મહત્તમ રૂપિયા 33,525 સુધીની સહાય આપવામાં આવતી હોય છે.

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાની અંદર અરજીઓ શરૂ કરવામાં આવેલી છે કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે જેમાં તમારે 30 તારીખ પહેલા અરજી કરી લેવાની રહેશે. ખેતીવાડી વિભાગની અંદર ઘણા બધા પ્રકારની અરજીઓ હાલમાં ખુલી છે જેની અંદર તમે અરજી કરી શકો છો. અને તેની અંદર સંપૂર્ણ વિગતવાર માહિતી વાંચી અને તમે ફોર્મ ભરી શકો છો.

પંપ સેટ સહાય માટે યોજનામાં અરજી 

યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલમાં ખેતીવાડી વિભાગમાં જઈ અને પંપ સેટ ની યોજના પર ક્લિક કરવાની રહેશે. 

પંપ સેટ યોજના પર ક્લિક કર્યા બાદ તમને તેની અંગેની સંપૂર્ણ માહિતી તમારી સામે આવી જશે જો તમે પાત્રતા ધરાવતા હોવ તો તે યોજનાની અંદર અરજી કરી અને તમારી અરજીની કન્ફર્મ કરાવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment