Zatka Machine Yojana Gujarat: સોલર તાર ફેન્સીંગ યોજના પર સરકાર આપશે આટલી સહાય

WhatsApp Group Join Now

Zatka Machine Yojana Gujarat: ખેડૂતો માટે વધુ એક સારી યોજના ચાલુ થઈ છે કે જે યોજનાનું નામ છે સોલર તાર ફેન્સીંગ યોજના જે કોઈપણ ખેડૂત મિત્રો સોલર તાર ફેન્સીંગ મશીન લગાવવા માંગતા હોય એટલે કે ઝાટકા મશીન માટે સરકાર દ્વારા ખેડૂતોને ખરીદવા ઉપર સહાય આપવામાં આવશે. 

ઝાટકા મશીન ખરીદવા ઉપર ખેડૂતોને ₹15,000 સુધીની સહાય આપવામાં આવશે ઝાટકા મશીન સોલર હોવાથી ખેડૂતોને તેને ચાર્જિંગ મૂકવાની પણ જરૂર પડશે નહીં. તો આપણે આ યોજના વિશે વધારે જાણીએ. 

સોલર તાર ફેન્સીંગ યોજના 2024  Zatka Machine Yojana Gujarat

સોલર તાર ફેન્સીંગ એટલે કે ખેડૂતોને ઉભા પાકના રક્ષણ માટે જે લગાવવામાં આવતું ઝાટકા મશીન છે તે જે ખેડૂતોના ખેતરની ફરતે ફેન્સીંગ તાર દ્વારા લગાવવામાં આવતું હોય છે. જેનાથી પાકને બગાડ કરતા પશુઓ અને જંગલી જનાવરો કે જેવા રોજ, ભૂંડ અને નીલગાય થી સુરક્ષા મળી રહે છે. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે જેના થકી ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ને આ યોજનાનો લાભ મળી શકે છે.

યોજનામાં મળવા પાત્ર લાભ 

સોલર તાર ફેન્સીંગ યોજના ની અંદર કોઈપણ વર્ગના ખેડૂતોને ₹15,000 અથવા 50% જે બંનેમાંથી ઓછું હશે તે પ્રમાણેની સહાય મળવાપાત્ર રહેતી હોય છે. યોજના ની અંદર લાભ મેળવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવાની રહે છે ત્યારબાદ તે સોલર પાવર યુનિટ કિડની ધારા ધોરણ મુજબ બજારમાંથી ખરીદી કરી શકે છે. 

સોલર તાર ફેન્સીંગ ઝટકા મશીન યોજના મા લાભ

  • જે ખેડૂત મિત્રોએ આ અગાઉ કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનામાં લાભ લીધેલ હશે તેવા ખેડૂત મિત્રોને આ યોજનામાં લાભ મળતો નથી 
  • યોજનાનો લાભ 10 વર્ષમાં એક વખત મેળવી શકાય છે 
  • યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે 
  • ખેડૂત ખાતેદાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી 

યોજના માટેની અગત્યની તારીખો 

આ યોજના માટે વર્ષ 2024/25 માટેના ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ કરી દેવામાં આવેલ છે કે જે 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે અલગ અલગ તારીખો રાખવામાં આવેલી છે જેની નોંધ તમારે આઈ પોર્ટલની વેબસાઈટ પરથી જઈ અને મેળવી લેવી. 

સોલર ઝટકા મશીન યોજના જરૂરી ડોક્યુમેન્ટ 

  • જાતિનો દાખલો લાગુ પડતો હોય તો 
  • દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો 
  • રેશનકાર્ડ અને આધાર કાર્ડ 
  • સાતબાર અને આઠ અ ના ઉતારા ની નકલ 
  • બેંક પાસબુકની પ્રથમ પેજ ની નકલ 
  • સંયુક્ત ખાતેદાર હોવ તો સંમતિ પત્રક 

સોલર ઝટકા મશીન યોજનામાં ઓનલાઈન અરજી 

આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉપરની તારીખ જણાવેલ અનુસાર તમારે ઓનલાઇન ફોર્મ ભરી લેવાના રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ કન્ફર્મ કરો અને તેની પ્રિન્ટ મેળવી લો. 

તો ખેડૂત મિત્રો આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કરી અને લાભ મેળવી શકો છો. પરંતુ અત્યારે આ યોજનાના અરજી ફોર્મ ભરવાનું ચાલુ નથી. પરંતુ જ્યારે પણ ચાલુ થશે ત્યારે અમે અહી તેની માહિતી અપડેટ કરીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment