Pashu palan loan yojana 2024-25 : ઘણા પશુ પાલકો ગાય ભેંસ જેવા દુધાળા પશુઓના દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ ક્યારેક આ લોકોને આવા દુધાળા પશુઓ ખરીદવાની જરૂરિયાત ઊભી થતી હોય છે પણ એક સાથે એકસામટા રૂપિયાની વ્યવસ્થા હોતી નથી. તેથી પશુ પાલકોને પશુઓ ખરીદવા માટે આ સમસ્યાનો સામનો ન કરવો પડે તેથી ગુજરાત સરકાર ₹1,30,000 ની સહાય આપે છે, તો જો તમે આ યોજનાનો લાભ દ્વારા પશુઓ ખરીદવા માંગતા હોય તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો જેથી આ યોજનાનો ઉપયોગી માહિતી મળી રહે.
પશુઓ ખરીદવા માટે ₹1,30,000 સહાય | Pashu palan loan yojana 2024-25
આ યોજનાનો લાભ લેવા માટે તમે ઘરે બેઠા જ ઓનલાઇન ફોર્મ ભરી શકો છો અને હાલ આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ જ છે, ચાલો જાણીએ કે આ યોજનાના ફાયદો શું શું છે…
આ યોજના દ્વારા લાભાર્થીને પશુઓ ખરીદવા માટે ₹1,30,000 સુધીની લોન આપવામાં આવે છે.
જો તમે અન્ય રીતે લોન મેળવો છો તો તમને ઊંચા વ્યાજદરે લોન મળે છે પરંતુ જો તમે આ યોજના દ્વારા લોન મેળવો છો તો તમને વાર્ષિક ફક્ત 6% ના વ્યાજદરે જ લોન મળી રહે છે.
આ યોજનામાં લાભાર્થીની ફાળો ફક્ત 5% રાખવામાં આવ્યો છે.
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ
જે પશુપાલકો આ યોજનાનો લાભ લઇ ₹1,30,000 સુધીની લોન લેવા ઇચ્છે છે તે પશુ પાલકોએ તારીખ 20/11/2024 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી દેવાના રહેશે, આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ યોજના ફોર્મ https://ggdconline.gujarat.gov.in/ વેબસાઈટ પર ભરવાના શરૂ થઈ ગયા છે, પરંતુ ફોર્મ ભરતા પહેલા જાણી લો કે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે.
આ નાગરિકોને જ આ યોજનાનો લાભ મળશે
- કૃષિ સંલગ્ન પ્રવુતિ જેમ કે પશુપાલન માટે જ આ યોજના દ્વારા લોન આપવામાં આવે છે.
- રબારી અને ભરવાડ જાતિના લોકોને જ આ યોજનાનો લાભ મળે છે.
- આ ઉપરાંત રબારી અને ભરવાડ જાતિના લોકો સામાજિક અને પછાત વર્ગમાં આવવા જોઈએ.
- 21 વર્ષ થી 45 વર્ષ સુધીના અરજદારને જ આ યોજનાનો લાભ મળે છે.
- ફોર્મ ભરવા માટે અરજદાર પાસે પૂરતા દસ્તાવેજ હોવા જોઈએ.
- વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં વધારે હોય તો આ યોજનાનો લાભ નહીં મળે.
ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજની યાદી
- આવકનો દાખલો
- રાશન કાર્ડ
- અરજદારનું આધારકાર્ડ
- જાતિનો દાખલો
- અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યંગત્તા અંગેનું સર્ટિફિકેટ
- બેંક ખાતાની પાસબુકની નકલ
તો મિત્રો જો તમે ફોર્મ ભરવા માટેની ઉપરની નિયમો અને શરતોનું પાલન કરો છો અને આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તારીખ 20/11/2024 સુધીમાં https://ggdconline.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરી ફોર્મ ભરી દેજો, તેમજ જો તમારો કોઈ મિત્ર પશુ ખરીદવાનું વિચારી રહ્યો છે તો તેને આ યોજનાની માહિતી જરૂર શેર કરજો, ધન્યવાદ.