ACB Recruitment 2024: ₹60,000 પગાર ધોરણ ની સરકારી ભરતીની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

WhatsApp Group Join Now

ACB Recruitment 2024 : લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો સંસ્થા દ્વારા કાયદા સલાહકાર અને અનુવાદકની ખાલી જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે, જો તમારી પસંદગી આ ભરતીમાં થાય છે તો તમને મહિને ₹60,000 સુધીનો પગાર આપવામાં આવે છે. જો તમે આ ભરતીમાં રસ ધરાવતા હોય તો, આ ભરતી વિશે નીચે મહત્વની જાણકારી આપેલી છે, તે એકવાર જરૂર વાંચજો.

નવી સરકારી ભરતીની જાહેરાત | ACB Recruitment 2024

ગુજરાત સરકારના ગૃહ ખાતા હેઠળ કાર્ય કરતી લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો સંસ્થા દ્વારા ભરતીની જાહેરાત કરાઈ છે, આ ભરતીમાં ટોટલ જગ્યાની વાત કરીએ તો બંને પદ થઈને ટોટલ 3 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, પોસ્ટ મુજબ જગ્યાની માહિતી નીચે પ્રમાણે છે.

  • કાયદા સલાહકાર માટે અમદાવાદમાં એક જગ્યા
  • કાયદા સલાહકાર માટે ભૂજમાં એક જગ્યા
  • અનુવાદક માટે અમદાવાદમાં એક જગ્યા

આમ કાયદા સલાહકાર માટે બે જગ્યા અને અનુવાદક માટે એક જગ્યા એમ ટોટલ ત્રણ જગ્યા પર ઉપર દર્શાવેલા જિલ્લામાં ભરતી થશે.

ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ઓફલાઈન મોડમાં જ અરજી થશે, જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેઓ એ તારીખ 08/11/2024 સુધીમાં નિયત સરનામે અરજી મોકલવાની રહેશે,,અરજી મોકલવાનું સરનામું નીચે મુજબ છે.

એડ્રેસ : નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો કચેરી, બંગલા નંબર – 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ

કોણ અરજી કરી શકે ?

કાયદા સલાહકારની પોસ્ટ માટે ઉમેદવારે સરકાર માન્ય કોઈપણ સંસ્થા માંથી કાયદા વિષયમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત અનુભવની વાત કરીએ તો કાયદાના ક્ષેત્રમાં વકીલ તરીકે ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ તેમજ સેશન્સ કોર્ટમાં કેસ ચલાવેલા હોવા જોઈએ.

45 વર્ષથી 62 વર્ષ સુધીના ઉમેદવારો કાયદા સલાહકાર માટે અરજી કરી શકે છે.

હવે અનુવાદક પોસ્ટની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં બી એ કરેલું હોવું જોઈએ, માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

ધોરણ 10 ની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જોઈએ આ ઉપરાંત કમ્પ્યુટરનું CCC/CCC+ સર્ટીફિકેટ હોવું જોઈએ.

અનુવાદકની પોસ્ટ માટે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો જે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 55 વર્ષ સુધીની છે, તેઓ અરજી કરી શકશે.

પગાર ધોરણ

કાયદા સલાહકારની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારને મહિને ₹60,000 નો પગાર આપવામાં આવશે જ્યારે અનુવાદકની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારને મહિને ₹40,000 નો પગાર આપવામાં આવશે.

વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે.

ખાસ નોંધ : આ ભરતી માટેનું અરજી ફોર્મ https://acb.gujarat.gov.in/ વેબસાઈટ પરથી મેળવી લેવાનું રહેશે, તેમજ આ વેબસાઈટ પરથી સત્તાવાર જાહેરાત વાંચી લીધા બાદ જ અરજી કરવી.

આશા રાખું છુ કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે, જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો તેમજ નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.

Read More: Pashu palan loan yojana 2024: પશુઓ ખરીદવા માટે ₹1,30,000 સહાય, હાલ ફોર્મ ભરવાના શરૂ છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment