ONGC Recruitment 2024 : ગુજરાતના આ જિલ્લાઓમાં ONGC દ્વારા બમ્પર ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now

ONGC Recruitment 2024 : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ભરતીની ટોટલ સંખ્યાની વાત કરીએ તો ટોટલ 2237 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, જો તમે ગુજરાતમાં આ નોકરી કરવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમચાર છે કારણ કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત થઈ છે, તો ચાલો જાણીએ કે કઈ પોસ્ટ પર અને કયાં કયાં જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ માટે ભરતી થશે.

ONGC Recruitment 2024 | ટોટલ 2237 જગ્યાઓ પર ભરતી થશે

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા સમગ્ર ભારતમાં 2237 જગ્યાઓ પર ભરતી થશે, ભરતીના પોસ્ટની વાત કરીએ તો… એપ્રેંટિસની પોસ્ટ પર ભરતી થશે. હવે ગુજરાતમાં ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 502 જગ્યાઓ પર ભરતી થશે, તો ચાલો જાણીએ કે ગુજરાતના કયા જિલ્લાઓના કેટલી જગ્યાઓ છે.

  • અમદાવાદમાં 149 જગ્યાઓ
  • અંકલેશ્વરમાં 137 જગ્યાઓ
  • મહેસાણામાં 140 જગ્યાઓ
  • વડોદરામાં 76 જગ્યાઓ

કોણ કોણ અરજી કરી શકે ?

અરજી કરવા માટે મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત. તો ચાલો ઉંમર મર્યાદા વિશે જાણકારી મેળવી લઈએ.

જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેની ઉંમર 18 વર્ષ થી 24 વર્ષ સુધીની હોવી જોઈએ તેમજ શૈક્ષણિક લાયકાતની માહિતી માટે તમારે સતાવાર જાહેરાત જોવી પડશે.

પસંદગી પ્રક્રિયા

જે ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવે છે અને ફોર્મ ભરે છે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે, આ પરીક્ષામાં ગુણ આધારિત મેરીટ માં સારા ગુણ મેળવનારને આ ભરતીમાં પસંદ કરવામાં આવશે.

આવી રીતે ઓનલાઇન અરજી કરો

  • ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે ongindia.com વેબસાઈટ ઓપન કરવાની રહેશે, આ વેબસાઈટ પરથી તમે સતાવાર જાહેરાત પણ ડાઉનલોડ કરી શકો છો.
  • હવે આ વેબસાઈટ પર કરિયર નામના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહી એપરેન્ટીસની ભરતી માટેની લિંક હશે, તેના પર ટેપ કરો.
  • હવે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે, આ ફોર્મમાં વિગતો ભરો.
  • ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.

આ રીતે તમે ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરી શકો છો, પણ તમને ખાસ જણાવી દઈએ કે આ ભરતીની સતાવાર જાહેરાત માંથી તમામ વિગત જાણી લીધા બાદ જ અરજી કરવી.

જો તમારા કોઈ મિત્રને આ નોકરીની જરૂરિયાત હોય તો આ પોસ્ટ તેને જરૂર શેર કરજો, ખાસ કરીને ઉપર દર્શાવેલા જિલ્લાઓમાં રહેતા ઉમેદવારોને તો આ ભરતી વિષે જરૂર જણાવજો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment