LPG Cylinder Price Hike : એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો કેટલા રૂપિયાનો વધારો થયો

WhatsApp Group Join Now

LPG Cylinder Price Hike : મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરનું બજેટ જાળવવું પડે છે, એમાં પણ જો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય કે મોબાઈલ રીચાર્જના ભાવમાં વધારો થાય કે પછી લાઈટ બિલ વધે તો પણ આપણે આપણા બજેટમાં ફેરફાર કરવો પડે છે, તમને ખબર જ હશે કે દર મહિનાની પેલી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થાય છે તો ચાલો આજે આપણે 1 ઓક્ટોબરે જાહેર થયેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાણીએ.

LPG Cylinder Price Hike

સામાન્ય રીતે બે પ્રકારના ગેસ એલપીજી સિલિન્ડર હોય છે, કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઘરેલુ વપરાશ માટે એલપીજી સિલિન્ડર. ચાલો સૌ પ્રથમ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભારતના મુખ્ય શહેરોમાં ભાવમાં થયેલા ફેરફાર વિશે જાણકારી મેળવીએ.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ

પેલી ઓક્ટોબરથી 19 કીલાના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50 નો વધારો જોવા મળ્યો છે, ચાલો જાણીએ કે ભારતના મુખ્ય શહેરોમાં 19 કીલાના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ શું છે.

  • પેલી ઓક્ટોબરથી દિલ્હીમાં 19 કીલાના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 1740 રૂપિયા થયેલ છે.
  • પેલી ઓક્ટોબરથી મુંબઈમાં 19 કીલાના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 1692.50 રૂપિયા થયેલ છે.
  • પેલી ઓક્ટોબરથી કોલકત્તા 19 કીલાના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 1850.50 રૂપિયા થયેલ છે.
  • પેલી ઓક્ટોબરથી ચેન્નઈમાં 19 કીલાના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 1903 રૂપિયા થયેલ છે.

ચાલો હવે ઘરેલુ વપરાશમાં ઉપયોગી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વિશે માહિતી મેળવીએ.

ઘરેલુ વપરાશમાં ઉપયોગી એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ

માધ્યમ વર્ગના લોકોને ઘરેલુ વપરાશમાં ઉપયોગી એલપીજી ગેસ સિલિન્ડરના વધતા ઘટતા ભાવ ખૂબ જ અસર કરે છે તો ચાલો જાણીએ પેલી ઓક્ટોબરથી લાગુ પાડેલ ભાવ.

14 કિલોના ઘરેલુ વપરાશ માટે વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઈ ફેરફાર જોવા મળ્યો નથી, ગયા મહિને જે ભાવ હતા તે જ ભાવ આ મહિને પણ યથાવત રહેશે.

  • દિલ્હીમાં આ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ₹803 છે.
  • કોલકત્તામાં આ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ₹829 છે.
  • મુંબઈમાં આ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ₹802.5 છે.
  • ચેન્નઈ આ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ₹818.5 છે.

આ પણ વાંચો:- Gold Rate Today: સોનાના ભાવમાં ઘટાડો કે વધારો, જાણો આજના તાજા સોનાના ભાવ

મિત્રો, આવી રીતે કામ ના સમાચારની વધારે માહિતી માટે નીચે અંગ્રેજીમાં ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમને કામ માં સમાચાર વિશેની માહિતી મળી જશે, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment