MYS Yojana 2024: મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં વિધાર્થીઓને મળશે 2 લાખની સહાય

WhatsApp Group Join Now

MYS Yojana 2024: વિદ્યાર્થીઓ માટેની બહુ જ સરસ યોજના કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે જેના થકી વિદ્યાર્થીઓને ₹2,00,000 સુધીની સહાય આપવામાં આવતી હોય છે. 

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના કે જેને એમવાયએસવાય યોજના કહેવામાં આવતી હોય છે જેની અંદર વિદ્યાર્થીઓને 10000થી લઇ અને બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર હોય છે. યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપણી વિગતવાર આ પોસ્ટની અંદર મેળવીશું કે યોજના ની અંદર કોને કોને લાભ મળશે અને યોજનાની અંદર કઈ રીતે અરજી કરી શકાય છે. 

MYS Yojana 2024: મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના

આ યોજનાની અંતર્ગત જે કોઈપણ વિદ્યાર્થીઓએ સ્નાતક અભ્યાસની અંદર પ્રવેશ મેળવવાને તે પહેલા વર્ષમાં હોય તેમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર હોય છે. યોજના ના અંતર્ગત રહેવા જમવા સુધીની સહાય આપવામાં આવતી હોય છે જે તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ મળ્યો ના હોય તેવા વિદ્યાર્થીઓને. 

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના સહાય 

સરકારી અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ હોય ત્યાં વિદ્યાર્થીઓ ને દર મહિને ₹1200 10 મહિના માટે મળવાપાત્ર હોય છે કુલ વાર્ષિક ₹12,000 ની સહાય, સાધન સહાય મળે છે જેની અંદર અલગ અલગ અભ્યાસક્રમ પ્રમાણે સાધનોની માટે સહાય આપવામાં આવતી હોય છે જેમ કે મેડિકલ ડેન્ટલની અંદર રૂપિયા 10,000 અને ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી અને આર્કિટેક્ચર ની અંદર રૂપિયા 5,000 તથા ડિપ્લોમા રૂપિયા 3000 પ્રથમ વર્ષે એક વખત મળવા પાત્ર હોય છે.

વાર્ષિક ટ્યુશન ફી ની 50% રકમ મહતમ 50,000 રૂપિયા સહાય મળવા પાત્ર હોય છે. સરકાર માન્ય સંસ્થા હોય મેડિકલ અને ડેન્ટલ જેમાં સાતત્ય કક્ષાના નિર્બળ અભ્યાસ કરવા માટે વાર્ષિક ટ્યુશન ફી ના 50% રકમ રૂપિયા બે લાખની મર્યાદામાં મળવા પાત્ર હોય છે.

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં કોને લાભ મળશે 

જે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 10 પાસ કે 12 પાસ કરી અને જે સ્નાતક અથવા તો ડિપ્લોમા અભ્યાસક્રમની અંદર શૈક્ષણિક વર્ષ 2024 25 ની અંદર હોય અને તે પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ છે તેમને આ યોજનાની અંદર લાભ મળે છે. 10 પાસ કરીને તમે ડિપ્લોમા ડીગ્રી કરતા હોય તો પણ તમને લાભ મળે છે અને 12 પાસ કર્યા બાદ નાટકની કોઈપણ ડીગ્રી કરો તો.

યોજનામાં લાભ મેળવવા માટે અલગ અલગ પાત્રતાઓ અને લાયકાતો છે જે લાયક ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળશે, 

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના ની અગત્યની તારીખ 

અરજી કરવા માટે જે કોઈ પણ વિદ્યાર્થી નવી અરજી કરવાની રહે છે જેને ફ્રેશ અરજી કહેવામાં આવે છે તેમને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે અને જે રીન્યુઅલ અરજી કરવા માગતા હોય એટલે કે પ્રથમ વર્ષની અંદર લાભ મેળવ્યો અને બીજા વર્ષની અંદર લાભ મેળવવા માંગતા હોય તો તેમના માટે પણ 31 ડિસેમ્બર 2024 અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે.

યોજના અંગેની જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આ વેબસાઈટ www.mysy.guj.nic.in પર જઈ અને મેળવી શકો છો.

વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર: 079-2656000, 7043333181

Read More: Mahila samriddhi Yojana 2024: આ યોજના દ્વારા નાના રોજગાર શરૂ કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment