મિત્રો આપણે ગુજરાતની અંદર જેટલી પણ સરકારની સહાયકારી યોજનાઓ છે અને વ્યક્તિલક્ષી યોજનાઓ છે માંથી કેટલીક યોજનાઓને સીધો જ લાભ આપવા માટે ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવતું હોય છે. તો આ વર્ષે 2024 ની અંદર પણ ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવેલું છે અને તેની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. તો તે અંગેની માહિતી આપણે આ લેખની અંદર મેળવીએ.
ગુજરાત ગરીબ કલ્યાણ મેળો 2024
ગુજરાતની વિવિધ પ્રકારની યોજનાઓનો સીધે સીધો લાભ એ વ્યક્તિઓને સુધી પહોંચી શકે અને લાભ મળી શકે તે અંગે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન તેમણે ગરીબ કલ્યાણ મેળા ની શરૂઆત 2009 ની અંદર કરેલી હતી. હાલ સુધીની અંદર કુલ 1604 જેટલા ત્રણ તબક્કામાં આ પ્રકારના મેળાઓનું આયોજન કરવામાં આવેલું છે.
રાજ્યની વિવિધ પ્રકારની યોજનાઓ ની અંદર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે અને તેની અંદર અલગ અલગ પ્રકારની યોજનાઓનું સમાવેશ કરવામાં આવેલો છે જે યોજનાઓ નીચે પ્રમાણે છે.
ગરીબ કલ્યાણ યોજનામાં આવરી લેવામાં આવતી યોજનાઓ
- માનવ ગરીમા યોજના
- કુવરબાઈનુ મામેરુ યોજના
- ડોક્ટર આંબેડકર આવાસ યોજના
- વિદેશ અભ્યાસ લોન યોજના
- પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના
- દિવ્યાંગ સાધન સહાય યોજના
- પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના
- માનવ કલ્યાણ યોજના
- વહાલી દિકરી યોજના
- માં અમૃતમ યોજના
- વ્યક્તિગત આવાસ યોજના
- ખેતીવાડીની યોજના
વગેરે યોજનાઓનો સમાવેશ ગરીબ કલ્યાણ મેળો 2024 ની અંદર કરવામાં આવશે.
ગરીબ કલ્યાણ મેળો 2024 તારીખ
આ વર્ષે જે ગરીબ કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવશે તે 14 મો તબક્કો છે જેની શરૂઆત એ 27 સપ્ટેમ્બર 2024 થી કરી દેવામાં આવશે. રાજ્યની અંદર 33 મેળવવાનું આયોજન થશે જે દરેક જિલ્લાની અંદર આયોજન કરવામાં આવશે જેમાં 90,000 કરતાં પણ વધારે લાભાર્થીઓને 125 કરોડ રૂપિયા ની અલગ અલગ પ્રકારની યોજનાની સાધન સામગ્રીઓનું વિતરણ થશે.
તો આ પ્રમાણેની ઉપર દર્શાવેલી તારીખથી રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળવવાની શરૂઆત થઈ જશે તો જો તમે પણ તમારા જિલ્લાની અંદર ની ગરીબ કલ્યાણ મેળા ની માહિતી મેળવવા માંગતા હો તો તમે જિલ્લા પંચાયતમાં જઈ અને માહિતી મેળવી શકો છો.