WhatsApp Group
Join Now
Manav Kalyan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા બહુ જ સરસ મજાની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ માનવ કલ્યાણ યોજનામાં સરકાર દ્વારા ઘણા બધા જરૂરિયાત મંદોને સહાય કરવામાં આવે છે જેના લીધે આજે નાનકડા સિલાઈ અને મોટા ધંધા યોજના થકી ઘણા બધા લોકો કરી રહ્યા છે અને તેમનો રોજગાર મેળવી રહ્યા છે. તો આ યોજના વિશે આપણે આજે આ પોસ્ટની અંદર ચર્ચા કરીશું કઈ રીતે ફોર્મ ભરવા અને આ યોજનાનો શું હેતુ છે તે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
માનવ કલ્યાણ યોજના હેતુ
માનવ કલ્યાણ યોજનાના કેટલાક હેતુસર યોજના બહાર પાડવામાં આવેલી છે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- માનવ કલ્યાણ યોજના ના થકી જે નીચલા વર્ગના અને ગરીબ લોકો છે તે તેમનો વ્યવસાય સ્થાપવી શકે અને તેમનો રોજગાર મેળવી શકે તેના માટે.
- નવો ધંધો ચાલુ કરવા માટે જે સાધનોની જરૂર પડે છે તે સાધનો આ યોજના થકી તેને મળવા પાત્ર થાય અને તે રોજગાર ચાલુ કરી શકે.
- મિત્રો આપણે જાણીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ લોકો તેમનો રોજગાર પૂરો પાડી શકે અને તેમનો વ્યવસાય ચાલુ કરી શકે.
માનવ કલ્યાણ યોજનામાં લાભ કોને મળશે
- આ યોજનાની અંદર ગુજરાતમાં રહેતા તમામ કેટેગરીના લોકો યોજનાનો લાભ મેળવી શકે છે.
- ગુજરાત રાજ્યમાં રહેતા કોઈપણ વ્યક્તિ આ યોજનાની અંદર અરજી કરી શકે છે.
યોજનાના નિયમ અને શરતો
- ઉમેદવાર જો ગામડામાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધુ હોવી જોઈએ નહીં.
- ઉમેદવાર જો શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેમની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 સુધીની હોવી જોઈએ.
- આ વાર્ષિક આવક કરતા જો તેમના કુટુંબની હાર્દિક આવક વધારે હશે તો આ યોજનાનો લાભ મળશે નહીં.
- અરજદારની જે તારીખે અરજી કરે છે તે તારીખ છે થી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષથી ઉંમર હોવી જોઈએ નહીં.
- આ યોજનાની અંદર કુટુંબમાંથી કોઈ પણ એકને જ લાભ મળશે અને આજીવન એક જ વખત આ યોજનાની અંદર અરજી કરી શકશું અને લાભ મેળવી શકશો.
માનવ કલ્યાણ યોજના અરજી પ્રક્રિયા
માનવ કલ્યાણ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- એ કુટીર ગુજરાત ગવર્મેન્ટ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને તમારે આ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
- આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ 3 જુલાઈ 2024 થી ભરવાના ચાલુ થઈ જશે.
- 3 જુલાઈ થી બે મહિના સુધી આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
- યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ તમારે તેના ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે જે સામાન્ય ડોક્યુમેન્ટ જે યોજનાઓમાં જરૂર પડતા હોય છે તે જ છે.