મહિલા વૃતિકા યોજના 2024: યોજનામાં તાલીમ લઈ અને મેળવો સહાય

WhatsApp Group Join Now

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે અને ઘણી બધી યોજનાઓ થકી મહિલાઓને આર્થિક સહાયો પૂરી પાડવામાં આવે છે અને રોજગાર ની રીતે પણ ઘણી બધી યોજનાઓ છે. તો એવી જ રીતે આજે આપણે એક યોજના કે જેનું નામ છે મહિલા વૃતિકા યોજના તેના વિશે આજે આપણે જાણીશું. આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો મિત્રો આ યોજના માં મહિલાઓને શુ શુ લાભ મળવા પાત્ર છે તે વિશેની ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું.

મહિલા વૃતિકા યોજના 2024

મહિલા વૃતિકા યોજના કે જેની અંદર મહિલાઓને 250 રૂપિયા દિવસ દરમિયાન સહાય આપવામાં આવે છે. જે સહાય એ ગુજરાત સરકારનો બગાયત વિભાગ છે તેમના તરફથી બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાની અંદર લાભ તમામ ગુજરાતની મહિલાઓને મળવાપાત્ર છે આ યોજના ની અંદર શું સહાય મળશે તેની જે પ્રમાણે દર્શાવેલ છે.

મહિલા વૃતિકા યોજના સહાય

આ યોજનાની અંદર સૌ પ્રથમ મહિલાઓને બાગાયતી તાલીમ આપવામાં આવશે જેટલા દિવસ સુધી મહિલાઓને તાલીમ આપવામાં આવશે એટલા દિવસ લેખે staipent આપવામાં આવશે જેની અંદર દરરોજ રૂપિયા ૨૫૦ ની સહાય આપવામાં આવશે. આ યોજનામાં બગાયતી પાકોની તાલીમ આપવામાં આવે છે તે તાલીમ ઓછામાં ઓછા બે દિવસ અને વધુમાં વધુ પાંચ દિવસ તાલીમ લેવાની રહેશે. જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે તેટલા દિવસ લેખે રૂપિયા 250 આપવામાં આવશે.

Read More:- Namo Lakshmi Yojana Gujarat: નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિધાર્થીઓને મળશે 50000 ની સહાય, અહિંથી કરો ઓનલાઈન અરજી

મહિલા વૃતિકા યોજના તાલીમ

આ યોજનાની અંદર જે તાલીમ આપવામાં આવશે તે તાલીમની સંખ્યા કેટલી રહેશે તો તાલીમના એક વર્ગની અંદર ઓછામાં ઓછી 20 સંખ્યા રહેશે અને વધુમાં વધુ 50 સંખ્યા રહેશે.

  • તાલીમ નો સમયગાળો દૈનિક ઓછામાં ઓછો સાત કલાક રહેશે.
  • દરેક મહિલાએ સાત કલાક તાલીમ લેવાની રહેશે.
  • દર બે વર્ષે આ યોજનાનો એક વખત લાભ મેળવી શકાય છે.

મહિલા વૃતિકા યોજનામાં અરજી

આ યોજનાની અંદર અરજી એ ઓનલાઈન કરવાની રહેશે મહિલાઓને અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

  • અરજી કરવા માટે તમારે આઇ ખેડુત પોર્ટલ પર જઈ અને અરજી કરવાની રહેશે ઓનલાઇન.
  • આયોજનની અંદર બાગાયત વિભાગની અંદર જોવા મળશે.
  • બાગાયત યોજનાઓમાં ઓનલાઈન અરજી કરો તેના પર જઈ અને તમારે આ યોજનાની અંદર અરજી કરવાની રહેશે.
  • ત્યાં તમારી સામે નવી અરજી કરો નો ઓપ્શન આવશે અને ફોર્મ ખોલ છે તે તમારે ફોર્મ ભરવાનું રહેશે.
  • આ યોજના ની અંદર ફોર્મ ભર્યા બાદ કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે.
  • પ્રિન્ટ કાઢ્યા બાદ તમારે દર્શાવેલા ડોક્યુમેન્ટની સાથે અટેચ કરી અને તમારે નજીકની બાગાયત કચેરીમાં અરજી કર્યાના સાત દિવસની અંદર મોકલવાના રહેશે.

તો મિત્રો આ રીતે મહિલા વૃતિકા યોજનાની અંદર ઓનલાઇન અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment