Krushi Rahat Package gujarat 2024 : આ વર્ષના ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને પાકમાં ઘણો નુકસાન વેઠવું પડ્યું છે, એવામાં ખેડૂતો માટે થોડાક રાહતના સમાચાર આવ્યા છે, જે ખેડૂને વરસાદ અને કારણે પાકમાં નુકસાની થઈ છે તે ખેડૂત માટે ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.
ટોટલ 1419.62 કરોડની કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે.જેમાં 1097.31 કરોડ SDRF હેઠળ અને બાકીના 322.33 કરોડ ગુજરાત રાજ્યના બજેટ માંથી ચૂકવવામાં આવશે, ક્યા ક્યા જિલ્લાના ખેડૂતોને કેટલી સહાય મળશે તે મુજબની માહિતી મેળવવી હોય તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
આ જિલ્લાના ખેડૂતોને સહાય મળશે
ઓગસ્ટ મહિનામાં થયેલા વરસાદને કારણે ટોટલ 20 જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાની થઈ છે જેમાં 136 તાલુકાના 6,812 ગામના ખેડૂતો સામે થાય છે, આ વીસ જિલ્લા કયા કયા છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર
આ જિલ્લાઓમાં ખેડૂતોને રાહત પેકેજનો લાભ જલ્દીથી જલ્દી મળી રહે તે માટે 1218 જેટલી ટીમો પાક નુકસાનીના સર્વેની કામગીરી પર લાગી ગયા છે.
કોને કેટલી સહાય મળશે ?
ન્યુઝ મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ સાત લાખથી વધારે ખેડૂતોને પાક નુકશાની થઇ છે તેથી આ સાત લાખથી વધારે ખેડૂતોને સહાય મળશે, શરત એટલી જ છે કે ખેડૂતને 33 ટકા કે તેથી વધુ પ્રમાણમાં પાક નુકશાની થઇ હોય તેને સહાય મળશે.
- ખરીફ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ દ્વારા ₹8500 અને રાજ્ય સરકાર દ્વારા ₹2500 સહાય મળશે આમ ટોટલ એક હેકટર દીઠ ₹11,000 સહાય મળશે અને વધુમાં વધુ બે હેકટર માટે સહાય આપવામાં આવશે, એટલે કે વધુમાં વધુ ₹22,000 સહાય મળવાપાત્ર થશે.
- વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ દ્વારા ₹17,000 અને રાજ્ય સરકાર દ્વારા ₹5000 સહાય મળશે આમ ટોટલ એક હેકટર દીઠ ₹22,000 સહાય મળશે અને વધુમાં વધુ બે હેકટર માટે સહાય આપવામાં આવશે, એટલે કે વધુમાં વધુ ₹44,000 સહાય મળવાપાત્ર થશે.
- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ દ્વારા ₹22,500 એક હેકટર દીઠ સહાય મળશે અને વધુમાં વધુ બે હેકટર માટે સહાય આપવામાં આવશે, એટલે કે વધુમાં વધુ ₹45,000 સહાય મળવાપાત્ર થશે.
આમ ઉપર મુજબ અલગ અલગ પ્રકારની ખેતી માટે અલગ અલગ સહાય આપવામાં આવશે અને આ સહાય મંજૂર થતાં સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.
આશા રાખું છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો તમારા ખેડૂત મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો, ધન્યવાદ.