TRAI new Guidelines 2024-25 : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંસ્થા કે જે ભારતની ટેલિકોમ કંપની જેમ કે જીઓ, બીએસએનએલ, વીઆઇ વગેરેનું સંચાલન અને નિયમન કરે છે તેના દ્વારા ગ્રાહકો માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય શું છે અને ગ્રાહકોને કેવી રીતે ફાયદાકારક છે તેની માહિતી મેળવીએ તો જો તમે પણ સીમ કાર્ડ નો ઉપયોગ કરો છો તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવો જોઈએ.
આ છે નવો નિયમ | TRAI new Guidelines 2024-25
TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટેલિકોમ કંપનીઓને ઓગસ્ટ મહિનામાં જ જણાવવામાં આવ્યું હતું કે ટેલિકોમ કંપનીએ મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવી, અને હવે આ મેસેજ ટ્રેસિબિલિટી નો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે લોકોને મેસેજ ટ્રેસિબિલિટી શું છે તે નથી ખબર તો તેને આ વિશે જાણકારી આપી દઈએ.
મેસેજ ટ્રેસિબિલિટી શું છે ?
આ એક પ્રકારની એવી સિસ્ટમ છે જેમાં ગ્રાહકને આવતા ફેક કોલ તેમજ સ્પેમિંગ કોલને રોકવાનો પ્રયત્ન કરે છે અને TRAI ને આવા ફેક કોલ તેમજ સ્પેમિંગ કોલ કે મેસેજને ટ્રેક કરવામાં મદદ રૂપ થશે.
આ તારીખથી આ નવો નિયમ લાગુ થશે
ઉપરની માહિતી પરથી તમને ખબર પડી ગઇ હશે કે મેસેજ ટ્રેસિબિલિટી શું છે, હવે આ નિયમ દરેક ટેલિકોમ કંપનીઓ 1/11/2024 થી લાગુ કરવા જઈ રહી છે.
આ વિશે વધુમાં વાત કરીએ તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ટેલિકોમ કંપનીઓને એ પણ જણાવ્યું હતું કે બેંકો, ઈ-કોમર્સ તેમજ નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા આવા તમામ મેસેજ જે ટેલીમાર્કેટિંગ અથવા કોઈપણ પ્રકારના પ્રમોશનથી સંબંધિત છે તેને બ્લોક કરી દેવા જોઈએ.
આ ઉપરાંત જણાવ્યું હતું કે ટેલીમાર્કેટિંગ મેસેજ માટે એક વિશિષ્ટ ફોર્મેટ બનાવવું જોઈએ જેથી ગ્રાહકને ટેલીમાર્કેટિંગને લગતો કોઈ મેસેજ આવે તો તે સરળતાથી ઓળખી શકે
આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતીથી નવું જાણવા મળ્યું હશે અને આ માહિતી ઉપયોગી લાગી હશે તેમજ આ માહિતી તમારા મિત્રો ને પણ શેર કરજો જેથી તેઓને પણ આ નવા નિયમ વિશે ખ્યાલ આવે, ધન્યવાદ.