Gujarat Advance Payment of Salary-Pension : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સ માટે ખૂબ જ સારો નિર્ણય કર્યો છે, આ સમાચાર સાંભળીને જ ગુજરાત સરકાર હેઠળ કાર્ય કરતા સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સની દિવાળી અત્યારથી જ સુધરી જવાની છે, તો ચાલો જાણીએ કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવી શી જાહેરાત કરવામાં આવી કે જેથી સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સની દિવાળી સુધરી જશે.
Gujarat Advance Payment of Salary-Pension
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સની દિવાળી આનંદ અને ઉલ્લાસ ભરેલી રહે તે માટે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સનો ઓકટોબરનો પગાર એડવાન્સમા જ ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે, ચાલો જાણીએ કે ગુજરાતના સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સનો ઓક્ટોબર મહિનાનો પગાર ક્યારે જમાં થશે.
આ તારીખે એડવાન્સ સેલરી જમાં થઈ જશે
ગુજરાત રાજ્યમાં મુખ્ય મંત્રી દ્વારા ગુજરાતના સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સનો પગારની એડવાન્સ ચૂકવણીની જાહેરાત આપતા જણાવ્યું કે સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સની દિવાળી આનંદમય રહે તે માટે આ મહિનાનો પગાર 23 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર સુધીમાં ચૂકવી દેવામાં આવશે.
આથી ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સને જણાવી દઈએ કે જો તમારે દિવાળીની ખરીદી કરવી હોય અને હાલ પૈસાની અગવડ હોય તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ વખતે દિવાળીના અઠવાડિયા અગાઉ જ તમારો પગાર તમારા ખાતામાં જમા થઈ જશે.
જો કોઈ તમારા સરકારી કર્મચારી કે પેન્શનર્સને આ ખુશીના સમાચાર વિશે ખબર નથી તો જલ્દી થી આ સમાચાર તેને શેર કરિદો તેમજ તમારા સરકારી કર્મચારીઓના વોટ્સ એપ ગ્રુપમાં પણ આ સમાચાર ફટાફટ શેર કરી દો જેથી દરેક સરકારી કર્મચારીઓને આ ખુશીના સમાચારની વહેલી તકે માહિતી મળી જાય, ધન્યવાદ.