Railway Ticket Booking New Rules : સામન્ય રીતે તહેવારોની દિવસોમાં રેલવેમાં ટિકિટ બુક કરવા માટે લાંબી વૈટીગ લિસ્ટનો સામનો કરવો પડે છે, જેથી સામાન્ય લોકોને રેલવે ટિકિટ મળતી નથી. જો તમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આજના આ સમાચાર તમારા માટે જ છે કેમ કે રેલવે વિભાગ દ્વારા સામાન્ય લોકોને ટિકિટ મળી રહે તે માટે એક તરકીબ શોધી છે અને રેલવે ટિકિટ બુક કરવા માટે નવો નિયમ બનાવ્યો છે તો ચાલો જાણીએ કે આ નવો નિયમ શું છે.
Railway Ticket Booking New Rules
હાલ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ 120 દિવસ અગાઉ રેલવે ટીકીટ બુક કરી શકે છે પરંતુ હવે નવા નિયમ મુજબ જો તમારે રેલવે ટિકિટ બુક કરવી હશે તો 60 દિવસ અગાઉ ટિકિટ બુક કરી શકશો, તેનાથી વધારે અગાઉ રેલવે ટીકીટ બુક નહીં કરી શકો છો, તમને લાગતું હશે કે એમાં શું નવાઈ છે તો ચાલો સમજાવું…
વાત એમ છે કે તહેવારો ના દિવસોમાં કાળાબજારી કરતા લોકો એક્ટિવ થઈ જતાં હોય છે અને તેઓ ખૂબ જ અગાઉ એટલે કે 120 દિવસ અગાઉ જ ઘણી બધી ટિકિટો બુક કરી લેતા હોય છે અને પછી આ ટિકિટો ઊંચા ભાવે વેચતા હોય છે પરંતુ હવે એવું નહીં થાય કેમ કે હવે વધુમાં વધુ 60 દિવસ પહેલા ટિકિટ બુક કરી શકાશે તેથી જેન્યુન મુસાફરો પોતાની ટિકિટ બુક કરી શકશે.
ક્યારથી આ નવો નિયમ લાગુ પડશે ?
આ નવો નિયમ તારીખ 1/11/2024 થી લાગુ થશે, જો તમારે કોઈ ટિકિટ 120 દિવસ અગાઉ બુક કરવી છે તો તમે 31/10/2024 સુધી કરી શકશો ત્યારબાદ કોઈ પણ રેલવે ટિકિટ વધુમાં વધુ 60 દિવસ અગાઉ બુક કરી શક્શો.
વિદેશી મુસાફરો માટે નવો નિયમ લાગુ નહીં પડે
જે પણ વિદેશી પ્રવાસી છે તેઓને જણાવી દઈએ કે તેઓને આ નવો નિયમ લાગુ નહીં પડે, વિદેશી પ્રવાસીઓ હજુ પણ 365 દિવસ અગાઉ રેલવે ટીકીટ બુક કરી શકે છે.
આ નવા નિયમથી સામાન્ય રેલવે મુસાફરોને ફાયદો થશે કેમ કે જે લોકો કોઈ કારણોસર ઘરથી દૂર રહે છે તે લોકો તહેવારના 120 દિવસ પહેલા તો એટલા જાગરૂક નથી હોતા કે એટલા બધા દિવસ અગાઉ રેલવે ટીકીટ બુક કરી લે પણ એટલા તો જાગરૂક હોય જ છે કે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરી લે.
તો મિત્રો જો તમારો કોઈ મિત્ર કોઈ કારણોસર ઘર થી દૂર રહેતો હોય અને દર વખતે તહેવારોના દિવસોમાં રેલવે ટીકીટ નથી મળતી તો તેને આ સમાચાર જરૂર શેર કરજો તથા આવા જ કામના સમાચાર માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.