બાગાયત યોજના: મિત્રો આજે આપણે બહુ જ સરસ યોજના વિશે ચર્ચા કરવાના છીએ કે જે યોજનાની અંદર ખેડૂતોની સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે સહાયની રકમ 15000 રૂપિયા છે તો કઈ પ્રકારની ખેતી કરવા માટે ખેડૂતોને આ લાભ મળે છે તો તે અંગેની સવિસ્તાર માહિતી આપણે આ પોસ્ટની અંદર મળી શકે કઈ પ્રકારની ખેતી કરવા માટે ખેડૂતોને આયોજનો લાભ મળશે અને યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું અને તેની લાયકાત શું છે.
સરકાર દ્વારા ખેડૂતોને બાગાયત યોજનામાં 15 હજાર રૂપિયાની સહાય
આ યોજના એ ગુજરાત ખેડૂતોને મળવા પાત્ર યોજના છે કે જે યોજનાનું નામ છે પપૈયા ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ જે યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે અને તમે તેની અંદર અત્યારે અરજી પણ કરી શકો છો. આ યોજનાની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રો પપૈયા ની ખેતી કરવા માંગે છે તેમને માટે આ સહાય આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને અવારનવાર અલગ અલગ પ્રકારની સહાય આપવામાં આવતી હોય છે અને યોજનાઓને અમલમાં મૂકવામાં આવતી હોય છે તો આ યોજના કે જે બાગાયત કે તેની યોજના છે જેની અંદર પપૈયાનો પાક વાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે.
પપૈયા ફળ ઉત્પાદકતા બાગાયત યોજના 2024
આ યોજનાના નામ ઉપરથી તમે જાણી શકો છો કે યોજનાની અંદર પપૈયાનું વાવેતર કરવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે તો આ યોજનાની અંદર ખેડૂતોને પપૈયાના રોપાદિત મહત્તમ રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવે છે અથવા તો મહત્તમ રૂપિયા 15000 રૂપિયા પ્રતિ એક્ટરે જે બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. આ પપૈયાના ફળ માટે પ્રતિ એક્ટરે તમારે ઓછામાં ઓછા 3000 રોપા ધ્યાને લઈ અને આ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાએ ખાતા દીઠ ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ એક હેક્ટરની મર્યાદા ની અંદર આ સહાય દર બે વર્ષે એકવાર મળવા પાત્ર રહેશે. તો મિત્રો આ રીતે આયોજન ની અંદર 15000 રૂપિયા સુધીની મહત્તમ સહાય પપૈયાનું વાવેતર કરવા માટે મળવા પાત્ર રહેશે આ યોજનાની અંદર અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અંગે ની ચર્ચા કરીએ
પપૈયા ફળ ઉત્પાદકતા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
પપૈયા ફળ ની ઉત્પાદકતા ની આ યોજના માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને આ ઓનલાઈન અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- જાતિનો દાખલો અરજદારનો
- જો અરજદાર દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીની દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
- જમીનની વિગત સાત બાર અને 8 અ ની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- બેંક પાસબુક ની નકલ અને તેના હોય તો રદ થયેલ ચેક નહીં નકલ
- વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ લાગુ પડતી હોય તો
- સંયુક્ત ખાતેદારો હોય તો સંમતિ પત્રક
પપૈયા ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમની અરજી
આ બાગાયત યોજનાની અંદર અરજી કરવાની 14/06/2024 ના રોજ થી ચાલુ થઈ છે અને યોજનાની અંદર તમે 13/08/2024 ના રોજ સુધી અરજી કરી શકો છો. તમારે આ યોજનાની અંદર અરજી કરવા માટે ખેડૂત આઈ પોર્ટલની વેબસાઈટ પર જઈ અને બાગાયત વિભાગની યોજનાઓમાં જઈ આ યોજનાની અંદર તમારે અરજી કરવાની રહેશે. યોજનાની અંદર અરજી કર્યા બાદ તે અરજીની સેવ કરી અને કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની રહે છે.
તો જે કોઈપણ ખેડૂત મિત્રો પપૈયાના વાવેતર કરવા માંગતા હોય તો તે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે અને પપૈયાનું વાવેતર કરી શકે છે.
Read More: ડ્રોનથી છંટકાવ માટે સહાય યોજનાના ફોર્મ ભરો, એકર દીઠ ૯૦ ટકા સુધીની સહાય