Kunwar Bai Nu Mameru Yojna 2024: બહુ સરસ મજાની યોજના છે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે જેની અંદર કન્યા ના લગન માટે સરકાર દ્વારા સહાયરૂપ રાશિ આપવામાં આવે છે જેના થકી ગરીબ પરિવારને લગ્ન કરવામાં આર્થિક રીતે સહાય મળી રહે. કન્યાઓને રૂપિયા ૧૨ હજાર સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. મિત્રો આ યોજના વિશે આપણે આ પોસ્ટની અંદર સવિસ્તાર ચર્ચા કરીશું અને અરજી કેવી રીતે કરવી તે વિશે જાણીશું
Kunwar Bai Nu Mameru Yojna
- આયોજન નો લાભ લેવા માટે અરજદાર એ મૂળ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અથવા તો શૈક્ષણિક રીતે પછાત વર્ગનો હોવા જોઈએ
- વાર્ષિક આવક મર્યાદા 6 લાખ સુધીની હોવી જોઈએ.
રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું
ઇ સમાજ કલ્યાણ ની વેબસાઈટ ઉપર જઈ અને તમારે લોગીન ના ઓપ્શન ની નીચે નવા યુઝર કૃપા કરીને અહીં નોંધણી કરે નો ઓપ્શન જોવા મળશે
- નવા યુઝર કૃપા કરીને અહીં નોંધણી કરો તે ના ઉપર જઈ અને તમે ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું વિન્ડો ઓપન થશે જેની અંદર તમારી અલગ અલગ પ્રકારની વિગત ભરવાની રહેશે.
- જે ફોર્મ ખૂલે છે તેની અંદર તમારે તમારી સંપૂર્ણ સચોટ માહિતી ભરવાની રહેશે
- તમામ માહિતી ભરાયા પછી કેપ્ચા કોડ નાખી અને રજીસ્ટર ઉપર ક્લિક કરો તમારું રજીસ્ટ્રેશન સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે અને હવે તમે લોગીન આઈડી માં જઈ અને લોગીન પાસવર્ડ દ્વારા લોગીન થઈ શકો છો
- આ રીતે તમારો રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે અને તમે પાસવર્ડ અને યુઝર આઇડી દ્વારા હવે લોગીન કરી શકશો.
અરજી કરવાની રીત
અરજી કરવા માટે મિત્રો સૌ પ્રથમ તમારે google બ્રાઉઝર ખોલી દેવાનું છે અને તેની અંદર એ સમાજ કલ્યાણ સર્ચ કરવાનું છે ત્યારબાદ સૌ પ્રથમ વેબસાઇટ સમાજ કલ્યાણ ની ગવર્મેન્ટ ની ઓફિસિયલ વેબસાઈટ આવશે તેના પર ક્લિક કરો.
- વેબસાઈટ પર ક્લિક કર્યા બાદ એ સમાજ કલ્યાણનો જે ઓફિસિયલ પોર્ટલ છે તે ઓપન થઈ જશે.
- પોર્ટલની હોમ પેજ પર તમારે યુઝર આઇડી અને પાસવર્ડ નાખી અને લોગીન કરવાનું રહેશે
- રિઝર્વ આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી તમારે કેપ્ચા કોડ નાખી અને લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે અનુસૂચિત જાતિના છો તો તમારી સામે તમારી જે જે યોજના ના લાભ મળી શકે છે આ પોર્ટલ થ્રુ તે તમારી સામે દરેક યોજનાઓ બતાવવામાં આવશે.
- આ લિસ્ટ ની અંદર નિયામક વિકાસશીલ જાતિ કલ્યાણ ની લિસ્ટ ની અંદર સૌપ્રથમ કુંવરબાઈનું મામેરુ યોજના જોવા મળશે તેના પર ક્લિક કરો
- નામ ઉપર ક્લિક કરશો એટલે યોજનાને લગતી તમામ માહિતી તમારી સ્ક્રીન પર દેખાવામાં આવશે ત્યાં ઓકે ના બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારી સામે અલગ અલગ વિભાગ અલગ અલગ પ્રકારના ફોર્મ ભરવા માટે આવેલ છે તે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- અરજી સબમીટ કર્યા બાદ તમને એક અરજી નંબર એપ્લિકેશન નંબર ક્યારે મળી જશે તો તમારી જોડે રાખવાનો રહેશે જેનાથી તમે ભવિષ્યમાં અરજીનું સ્ટેટસ જોઈ શકો છો
નિયમો અને શરતો
- આ યોજનાનો કોઈપણ બે કન્યાઓને મળવા પાત્ર થાય છે તેથી વધુને લાભ મળશે નહીં
- કન્યા પિતાની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી ઓસી હોવી જોઈએ
- કન્યા ની ઉમર 18 વર્ષની હોવી જોઈએ
- યુવકની ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ
- લગ્ન થયાના બે વર્ષની અંદર આ યોજનાનો લાભ મળી સકશે.
Read More:- Laptop Sahay Yojana Gujarat 2024: હવે વિધાર્થીઓને મળશે મફત લેપટોપ, અહિથી કરો ઓનલાઈન અરજી
મિત્રો તો આ રીતે તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી અને લાભ મેળવી શકો છો જે કોઈપણ મિત્રો પાત્રતા ધરાવતા હોય તે ફોર્મ ભરી અને આ યોજનાઓ લાભ મેળવી શકે છે.