મિત્રો આપણે સરસ યોજના કે જેની અંદર જે કોઈપણ વ્યક્તિને અલગ અલગ પ્રકારના વ્યવસાય કરવાના હોય તો તેમના માટે તેમને વ્યક્તિગત લોન સહાય યોજના આપવામાં આવે છે. તો આ યોજના અંગે આપણે આજે સવિસ્તાર માહિતી મેળવવાના છીએ. કે જેની અંદર આ યોજનાના હેતુઓ શું છે અને આ યોજનાની અંદર અરજી કરવા માટેની લાયકાતો શું છે તથા કઈ રીતે અરજી કરવી.
વ્યક્તિગત લોન સહાય યોજના
હાલના સમયની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે તેમનો રોજગાર શરૂ કરવા માંગે છે અને કોઈપણ નાનો મોટો વ્યવસાય કરવા આ વિચારો કરી રહ્યા છે. પણ તેમની સામે એક જ મોટો પ્રશ્ન હોય છે. કે રોકાણ કઈ રીતે કરવું અને રોકાણ માટેના ક્યાંથી લાવવા તો જે કોઈપણ સારો વ્યવસાય શરૂ કરવા માંગે છે. તો સરકાર તરફથી વ્યક્તિગત લોન સહાય યોજના આપવામાં આવે છે. જેના થકી તમે તમારા વ્યવસાય અને રોજગારો નહીં આગળ વધારી શકો અને તેની અંદર તમે આર્થિક રીતે કંઈક મેળવી શકો.
વ્યક્તિગત લોન સહાય યોજનાના મુખ્ય હેતુ.
આ યોજનાનો મુખ્ય એ તો ગુજરાત રાજ્યના જે સફાઈ કામદારો છે અથવા તો સફાઈ કામદારોના આશ્રિત બાળકો કે જે અલગ અલગ પ્રકારના કોઈપણ વ્યવસાય કરવા માંગતા હોય જેવા કે કરિયાણાની દુકાન, અનાજ દળવાની ઘંટી, વાંસકામ, દરજીકામ, સુથારી કામ, કડિયા કામ જેવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો તે શરૂ કરી અને તેઓ પોતાનો રોજગાર મેળવવા માટે સક્ષમ બને અને તે મેળવી શકે તેના માટે ગુજરાત સરકાર સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા આ વ્યક્તિગત લોન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
Read More: NSP શિષ્યવૃત્તિ યોજના, નેશનલ સ્કોલરશીપ પોર્ટલ તરફથી વિદ્યાર્થીઓને મળશે 70 હજાર રૂપિયા સુધીની સહાય
વ્યક્તિગત લોન સહાય યોજના ની સહાય અને પાત્રતા
આ યોજનાની અંદર જે કોઈપણ સફાઈ કામદાર અથવા તો તેમના આશ્રિત બાળકો ને રોજગાર કે વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણના સ્વરૂપે આ સહાય આપવામાં આવે છે.
આ યોજનાની અંતર્ગત વાર્ષિક 6% ના વ્યાજ દર સાથે વધુમાં વધુ રૂપિયા 2,00,000 સુધીનો ધિરાણ આપવામાં આવે છે.
- આ યોજનાની અંદર લાભ મેળવવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- યોજનામાં અરજી કરવા માટે અરજદાર ગુજરાત રાજ્યના હોવો જોઈએ.
- સફાઈ કામદાર અથવા તો તેમના આશ્રિત બાળકો જ યોજનામાં લાભ મેળવી શકશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- અરજી કરતાં વ્યક્તિનો આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ એટલે કે ઓળખ પત્ર
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- સફાઈ કામદાર છે તેનું પ્રમાણપત્ર
- રહેઠાણ માટેનો પુરાવો
- બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અથવા તો રદ કરેલ ચેક ની ઝેરોક્ષ
- જો અરજી કરતી વ્યક્તિ વિધવા હોય તો તે અંગેનો દાખલો
વ્યક્તિગત લોન સહાય યોજનામાં અરજી
આ યોજનાની અંદર અરજી કરવા માટે અરજીદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
યોજનાની અંદર અરજી કરવા માટે અરજદારી ઇ સમાજ કલ્યાણ ના પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાની અંદર વર્ષ 2024/25 માટે અરજીઓ તારીખ 8 જુલાઈ 2024 થી 8 ઓગસ્ટ 2024 સુધીની અંદર સ્વીકારવામાં આવશે. તો મિત્રો તમે ઈ કલ્યાણ ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને અરજી કરી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ ઉપર પ્રમાણેના રહેશે.
Read More: કેટલ શેડ યોજના 2024 માટે પશુપાલકોને 1,50,000 સુધીની સબસિડી આપવામાં આવશે, આજે જ કરો અરજી
તો મિત્રો આ રીતે આ યોજનાની અંદર વ્યક્તિગત લોન સહાય આપવામાં આવે છે જેનો લાભ મેળવી અને વ્યવસાય શરૂ કરી શકે છે.
Hello, Mitr hu tamari sathe kam karva magu Chu jo tame intrested how to mane mara email Par contact karo
Hi
Nice post