Kisan Vikas Patra Yojana: મિત્રો આજે બહુ જ સરસ યોજના કે જે યોજના નું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના જેના પછી તમારા પૈસા થશે ડબલ આપણે અલગ અલગ રીતે પૈસાના રોકાણ કરતા હોઈએ છીએ ક્યારેક બેંકની અંદર એફડી કરાવતા હોઈએ છીએ અને વિચાર આવતો હોય છે કે કઈ જગ્યાએ આપણને રોકાણ કરવાથી ફાયદો થશે અને કઈ જગ્યાએ આપણે ઘણું રિટર્ન મળી શકે છે. અમુક જગ્યાએ થોડી માત્રામાં જ તમને મળતર મળતું હોય છે અને કહી છે તમારા બહુ સમય સુધી રોકાઈ જાતા હોય છે. તો આપણે આજે બહુ સરસ મજાની યોજનાની વાત કરવાના છીએ.
Post Office Kisan Vikas Patra Yojana
કિસાન વિકાસ પત્ર યોજના કે જેની અંદર તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો અને સારું એવું વળતર મેળવી શકો છો આ યોજના એ એક સરકારી બોન્ડનો પ્રકાર છે. જ્યારે તમે આ યોજનામાં રૂપિયા જમા કરો છો એ વખતે તમને તેના બદલામાં એક પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે અને જેની અંદર લખેલું હોય છે કે તમારા આટલા પૈસા છે અને આટલા સમયની અંદર તમારા પૈસા ડબલ થઈ જશે.
કિસાન વિકાસ પત્ર યોજના કેટલા રૂપિયા રોકી શકાય
આ યોજનાની અંદર તમે પૈસાનો રોકાણા પહોંચમાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો તમારે ઓછા 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે અને વધુમાં વધુ આ યોજનાની અંદર કોઈ રકમ જાહેર કરવામાં આવેલ નથી એટલે તમે વધુમાં વધુ પૈસા પણ જમા કરાવી શકો છો જેની અંદર ઓછામાં ઓછા 1000 થી લઈ અને તમે 5,000, 10,000, 50,000 જેવી રકમો જમા કરાવી શકો છો.
Read More: કેટલ શેડ યોજના 2024 માટે પશુપાલકોને 1,50,000 સુધીની સબસિડી આપવામાં આવશે, આજે જ કરો અરજી
કિસાન વિકાસ પત્ર કઈ રીતે મેળવવું
કિસાન વિકાસ પત્રક યોજનામાં તમે રોકાણ કરી અને સારું વળતર મેળવી શકો છો આ યોજનાની અંદર કિસાન વિકાસ પત્ર મેળવવા માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને આયોજનો લાભ મેળવવાનો રહેશે. આ યોજનાની અંદર કોઈપણ વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલી શકે છે એટલે કે આની અંદર તમે જેટલી વાર પૈસા જમા કરાવશો તેટલી વાર તમને પત્ર આપવામાં આવશે એટલે કે તે બોન્ડ આપવામાં આવશે. દરેક વખતે તમને જમા કરાવેલી રાશિનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ ખાતું કોઈ પણ કુટુંબનું સભ્ય બાળકના નામે પણ ખોલાવી શકે છે જેની અંદર બાળકના નામે કુટુંબના સભ્યોને બોલાવવાનું રહેશે આ ખાતું બે વ્યક્તિઓ સંયુક્ત પણ ખોલાવી શકે છે. આ ખાતા ની અંદર પૈસાની રકમ જમા કરાવ્યા બાદ તમે ઓછામાં ઓછા ૩૦ દિવસ પછી જ રકમ ઉપાડી શકો છો.
Kisan Vikas Patra Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ કિસાન વિકાસ પત્ર યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
- ઓળખ પત્ર સરકાર માન્ય
- રહેઠાણ નું પ્રમાણપત્ર
- 50,000 કરતા વધારે નું રોકાણ હોય તો પાનકાર્ડ
આ યોજનાની અંદર તમે રોકાણ કરશો તો તેની અંદર 80 સી હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે.
કિસાન વિકાસ પત્ર યોજના નો વ્યાજ દર
કિસાન વિકાસ પત્ર ની આ યોજનાની અંદર અલગ અલગ પ્રકારના વ્યાજ દર ત્રણ મહિને બદલાતા હોય છે જે સરેરાશ 7.6% ની આસપાસ વ્યાજદર રહેતું હોય છે. આ યોજનામાં વ્યાજ દર એ દર વર્ષે જમા થતું હોય છે તથા તે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે મળતું હોય છે. આ યોજનાની અંદર તમારા રોકાણ કરેલા રૂપિયા અંદાજિત નવ વર્ષની આસપાસ ડબલ થતા હોય છે.
તો મિત્રો આ હતો કિસાન વિકાસ પત્ર યોજના કે જેની અંદર તમે રોકાણ કરી અને તમારા પૈસા પણ ડબલ કરી શકો છો જો આ યોજનાની અંદર તમે પૈસાનું રોકાણ કરવા માગતા હો તો તમારા નજીકના પોસ્ટ ઓફિસ ની મુલાકાત લઇ અને વધુ માહિતી મેળવી અને તમે લાભ મેળવી શકો છો.
Kisan vikas yojana