પાવર સંચાલિત પંપ સહાય યોજના એટલે કે ખેડૂતોને દવા છાંટવા માટેના પંપની અંદર સહાય આપવામાં આવે છે. જે પંપ એ પાવર સંચાલિત હોય છે એટલે કે બેટરી થી ચાલતા પંપ હોય છે તેને ચાર્જિંગ કરી અને દવાનો છંટકાવ કરવાનો હોય છે હેન્ડલ સિવાયના પંપ હોય છે આ. તો આ પ્રકારના પંપ ઉપર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે.
સરકાર દ્વારા આપવામાં આવતી આ પાવર સંચાલિત પંપ સહાય યોજનામાં કઈ રીતે લાભ મેળવવો અને આ યોજનાની અંદર કેવી રીતે અરજી કરવી તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.
પાવર સંચાલિત પંપ સહાય યોજના 2024
પાવર સંચાલિત પંપ દ્વારા ખેડૂતોને દવાનો છંટકાવ કરવામાં ખૂબ જ સરળતા રહે છે કે તેનો વજન પણ બીજા એન્જિન વાળા પંપ કરતા ઓછો હોય છે તથા હેન્ડલ વાળા પંપ ની અંદર હેન્ડલ વારંવાર મારવા પડે છે, તો આ પંપ ના મદદ થી બહુ જ સરળતાથી તે દવાનું છંટકાવ કરી શકે છે.
તો આ પ્રકારના પંપ ની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે અને આ યોજનાની અંદર હાલમાં ઓનલાઇન ફોર્મ ભરવાના પણ ચાલુ છે.
પાવર સંચાલિત પંપ સહાય યોજના મુખ્ય હેતુ
મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને જે કોઈપણ ઉભા પાક હોય છે તેમને જીવાતોથી અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે આ પ્રકારના બેટરીથી ચાલતા પંપની ખરીદી ઉપર સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતો મેળવી શકે છે તથા ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાને અમલીકરણ કરવામાં આવેલ છે.
પાવર સંચાલિત પંપ સહાય યોજનામાં મળવા પાત્ર લાભ
આ યોજનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 4,500 ની સહાય યોજના અંતર્ગત આપવામાં આવશે. સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 3000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે. યોજનામાં એક જ નંગની ખરીદી કરવાની રહેશે એક નંગ ઉપર જ આ લાભ મળવા પાત્ર રહે છે. યોજનાનો લાભ દર ત્રણ વર્ષે એક વખત મેળવી શકાય છે.
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો એસસી અને એસટી માટે
- દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- સાતબાર અને આઠ અ ના ઉતારા ની નકલ
- બેંક પાસબુક ના પ્રથમ પાનાની ઝેરોક્ષ
- સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર હોવ તો
યોજના માં અરજી પ્રક્રિયા
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલ માં ખેતીવાડી વિભાગ ની યોજનામાં અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી ફોર્મ ભર્યા બાદ તમારે અરજીને કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ આઉટ નીકળવાની રહેશે.
તો ખેડૂત મિત્રો તમને આ યોજના અંતર્ગત વધુમાં વધુ 4,500 ની સહાય બેટરી સંચાલિત પંપની ખરીદી કરવા માટે મળવા પાત્ર રહે છે.