GSRTC Apprentice Bharti 2024: મિત્રો જીએસઆરટીસી માં ભરતીઓ આવી છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કોમ્પ્યુટર ઓપરેટ સહિતની અલગ અલગ એપ્રેન્ટીસની ભરતીઓ જાહેર કરવામાં આવેલી છે.
જીએસઆરટીસી દ્વારા કરવામાં આવેલી એપ્રેન્ટિસ ની ભરતી અંગેની આપણે વિગતવાર માહિતી મેળવી અને તેની અંદર કઈ રીતે અરજી કરવી તે અંગે જાણીએ.
જીએસઆરટીસી એપ્રેન્ટિસ ભરતી 2024
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ખાતે આવેલી કચેરી દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવેલી છે એપ્રેન્ટીસ ની ખાલી જગ્યાઓની ભરતી માટે જે ઉમેદવારો લાયકાત કરાવે છે તેમની અરજીઓ મંગાવવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ સરકાર માન્ય બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ તથા આઈ.ટી.આઈ ના ટ્રેડમાં તમે પાસ થયેલ હોવા જોઈએ. જો તમારે કોપામાં એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામની અંદર એપ્રેન્ટિસ કરવું હોય તો તમારે ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ અને આઈટીઆઈ માંથી કોપાનું ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ. તથા પ્રેશર ધોરણ 12 પાસ કોમ્પ્યુટર ઓપરેટર માટે અરજી કરી શકશે.
એપ્રેન્ટીસ ટ્રેડ
નીચે પ્રમાણે દર્શાવેલા તમામ ટ્રેડની અંદર આઈટીઆઈ માં પાસ કર લેવા જોઈએ અને એપ્રેન્ટીસ તમે કરી શકો છો.
- બોડી ફીટર
- એમ એમ વી
- ડીઝલ મેકેનિક
- ઈલેક્ટ્રિશિયન વેલ્ડર
- વાયરમેન
- ફીટર ટ્રેડ
- કોપા
એપ્રેન્ટીસ માટે અરજી
આઈટીઆઈ પાસ ભરતી યોજાના હોવાથી તમામ ઉમેદવારોએ એપ્રેન્ટિસ ગવર્મેન્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને રજીસ્ટ્રેશન કરાવી અને તેની હાડકોપી એસટી વિભાગીય કચેરી જે ગીતામંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે તેમને લઈ જવાનું રહેશે તે માટેની તારીખ છે.
25 સપ્ટેમ્બર 2024 થી 7 ઓક્ટોબર 2024 ના રોજ 11:00 વાગે થી 2 વાગ્યા સુધી અરજી પત્રક આપી શકાશે. જે કોઈપણ શૈક્ષણિક લાયકાતના પુરાવાઓ છે તે પ્રમાણિત નકલ સાથે અરજી પત્રક ને સંપૂર્ણ ભરી અને ઉપરોક્ત સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે.