Vyaktigat Awas Yojana 2024: આજે આપણે વ્યક્તિગત આવાસ યોજના વિશેની વાત કરીએ તો તેની અંદર મકાન બનાવવા માટે સરકારની સહાય રૂપિયા 1,20,000 આપવામાં આવે છે. આ યોજનાએ ગરીબ પરિવાર માટે બહુચાર યોજના છે જેની અંદર કે જે વ્યક્તિઓને ઘર સારા નથી કે રહેવા માટેની કોઈ જગ્યા નથી તેમના માટે આ આવાસ યોજના થકી આર્થિક રીતે સહાય પૂરી પડી શકે છે તો મિત્રો આપણે ચર્ચા કરીએ આ યોજનાની અંદર લાભ કઈ અને આ યોજનાની અંદર કઈ રીતે અરજી કરવી તે અંગેની માહિતી મેળવીએ.
Vyaktigat Awas Yojana 2024
તો મિત્રો અત્યારના આધુનિક જમાના ની અંદર દરેક લોકોની પાસે મકાન થઈ ગયા છે અને રહેવા માટેની શુખ સુવિધાઓ મળી રહે છે ત્યારે કેટલા ગરી પરિવારોને રહેવા માટે કોઈ સારું મકાન કે વ્યવસ્થા હોતી નથી તેના માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનો અમલમાં મુકવામાં આવેલી છે જેના થકી ગરીબ પરિવારોને આર્થિક રીતે સહાય મળી રહે.
વ્યક્તિગત આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજ
આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરવા માટે તમારે કેટલાક ફોર્મ અપલોડ કરવાના રહેશે જે નીચે પ્રમાણે.
- અરજદારનું આધાર કાર્ડ અને અરજદાર નું રેશનકાર્ડ
- અરજદારનું જાતિ કે પેટા જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો વીજળી બિલ કે અન્ય
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલું ચેક
- આકારણીનું પત્રક
- જે જમીન ઉપર મકાન બાંધવાનું હોય તે જમીનની ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા નો નકશાની નકલ
- મકાન બાંધકામ ની રજા ચિઠ્ઠી
- એકરાર નામું
- લાભાર્થીનો જમીન સંગાથે ફોટોગ્રાફ
- સ્વઘોષણાપત્રક
તો મિત્રો આ રીતે આ યુગાની અંદર કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે તે ઉપર પ્રમાણે દર્શાવેલા છે.
વ્યક્તિગત આવાસ યોજનામાં અરજી કરવાની રીત
આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે જેમાં નીચે પ્રમાણેની આપેલી વિગત પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો.
- સૌપ્રથમ તમારે ઇવન બંધુ ને ગુજરાત ગવર્મેન્ટ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- આ વેબસાઈટ ની અંદર જે ઓફિસ ખુલશે તેની સામે તમને નવું રજીસ્ટ્રેશન નવ યુઝર માટેની લીંક દેખાશે તેના ઉપર ક્લિક કરવાની રહેશે.
- ત્યાં ક્લિક કર્યા બાદ તમારી સામે રજીસ્ટ્રેશન માટેનું એક ફોર્મ ખુલી જશે તેની અંદર તમારે સંપૂર્ણ સચોટ માહિતી ભરી અને ઓકે કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન પૂરું કર્યા બાદ તમારી સામે રજીસ્ટ્રેશન સક્સેસફુલ બતાવશે અને એક યુઝર આઇડી નંબર તમારી સામે આવશે.
- ત્યારબાદ તમારે તમારી યુઝર આઇડી અને જે તમારો પાસવર્ડ તમે રાખેલો છે તેના દ્વારા તમારે લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ તમારી સામે તમે રજીસ્ટ્રેશન કરેલી માહિતી આવી જશે અને તેની અંદર તમે વધારાની માહિતી એડ કરી શકો છો.
- ત્યારબાદ તમે આપેલા ફોર્મ ની સંપૂર્ણ રીતે ફિલ અપ કરી અને અપડેટ કરી દો ત્યારબાદ તમારી સામે ચાર યોજનાઓના લિસ્ટ આવશે.
- જેમાંથી તમારે આવાસ યોજના પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ તેના પર ક્લિક કરવાથી તમારી સામે એક નવું વિન્ડો ઓપન થશે અને તેમાં આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી નું ફોર્મ આવશે. ત્યારબાદ તે ફોર્મ ભરી અને તમારે સબમીટ કરવાનું રહેશે
- અને જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ આ ફોર્મને પણ તમે સબમીટ કરી શકો છો.
Read More:- Mobile Sahay Yojana: સ્માર્ટફોન ખરીદવા પર સરકાર આપશે 6000 ની સહાય
આ રીતે તમે વ્યક્તિગત આવાસ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો.