Vidyasahayak bhrati 2024: જ્ઞાન સહાયક સાથે એમએસસી કરવા વાળાની ખેર નહીં, નિમણૂક પણ રદ થઇ શકે છે

WhatsApp Group Join Now

Vidyasahayak bhrati 2024: બધા શિક્ષક મિત્રોને ખ્યાલ જ હશે કે ગુજરાત સરકાર દ્વારા વચગાળાની પરિસ્થિતિ માટે જ્ઞાન સહાયક યોજના શરૂ કરી હતી અને મોટા ભાગના ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે જોડાયા પણ હતા પરંતુ જ્ઞાન સહાયક સાથે સાથે ઘણા સાયન્સ પ્રવાહના ઉમેદવારોએ રેગ્યુલર અભ્યાસક્રમ એમએસસી પૂર્ણ કર્યો છે, આ અભ્યાસક્રમ રેગ્યુલર હોવા છતાં ઘણા ઉમેદવારોએ કેવી રીતે જ્ઞાન સહાયક સાથે સાથે આ અભ્યાસ ક્રમ પૂર્ણ કર્યો તેના પર સવાલો ઉઠ્યા છે.

Vidyasahayak bhrati 2024: શા માટે જ્ઞાન સહાયક સાથે સાથે એમએસસી ગેર કાયદેસર છે ?

એમએસસી અભ્યાસક્રમ અને જ્ઞાનસહાયક નોકરી બંને એકસાથે કરવું શા માટે ગેર કાયદેસર સાબિત થઈ શકે તે માટેના કારણો નીચે મુજબ છે.

  • વિજ્ઞાન પ્રવાહની અનુસ્નાતકની ડીગ્રી ઘરે બેઠા-બેઠા કે પછી એક્સ તરીકે થઈ શકતી નથી.
  • યુ.જી.સીની અનુસ્નાતક ડીગ્રીની ગાઈડલાઈનના મુદાનં- 5.8 મુજબ અનુસ્નાતકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની ઓછામાં ઓછી 75% હાજરી અનિવાર્ય છે.
  • જ્ઞાન સહાયકની ચાલુ નોકરીએ વિદ્યાર્થી પોતાની 75% હાજરી જે-તે કોલેજમાં આપી શકતો નથી.
  • આવા ઉમેદવારો ટેટ-2ની ભરતીમાં પોતાની M.Sc. ની ડીગ્રીના માર્કસ દર્શાવે તો અન્ય ઉમેદવારોનું અહિત થતું જણાય છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને કોર્ટ મેટર

ઘણા વર્ષો પછી ગણિત વિજ્ઞાન વિષયમાં વિદ્યાસહાયકની આટલી મોટી ભરતી આવી છે તેથી ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં આ ભરતીમાં ગેર કાયદેસર રીતે લગતા ઉમેદવારોને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સતત રજૂઆતો કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ઘણા ઉમેદવારો એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ આ વિશે રજૂઆત કરી છે અને ભરતી બોર્ડનું ધ્યાન દોર્યું છે અને રજૂઆત કરવા જનાર ઉમેદવારોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગેર કાયદેસર રીતે ડીગ્રી રજૂ કરનારાઓ પર કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.

આ બાબતે ઘણા ઉમેદવારો આ બાબતે ન્યાયાલયના દ્વારે જવાની તૈયારીમાં છે, કેમ કે ઉમેદવારોના જણાવ્યા મુજબ આટલી મોટી ભરતી બીજી વાર નહીં આવે એટલે તેઓ કોઈ પણ ભોગે ગેરકાયદેસર રીતે ઘુસતા ઉમેદવારોને આ ભરતી થી દૂર કરવા ઈચ્છે છે જેથી આ ભરતીનું મેરીટ નીચું રહે અને ઈમાનદાર ઉમેદવારોને તેના હકની નોકરી મળે.

ઉપાય શું છે ?

જ્ઞાન સહાયક સાથે એમએસસી કરવું એ ગેરકાયદેસર છે અને ગેર કાયદેસર રીતે એમએસસી કરનારા વિદ્યાર્થીઓને સરળતાથી નીચેના મુદ્દા દ્વારા પકડી શકાય છે.

  • જ્ઞાનસહાયકના ટેટ ટુ ના નંબર દ્વારા સરળતાથી જાણકારી મેળવી શકાય કે તેઓ ક્યારે જ્ઞાન સહાયાયક માં જોડાયા છે અને એમએસસીની માર્કશીટની તારીખ દ્વારા જાણી શકાય કે તેઓએ એમએસસી ક્યાં શેક્ષણીક વર્ષમાં કરેલું છે.
  • જ્ઞાન સહાયકની બેંક ખાતામાં પડેલા પગાર થી સ્પષ્ટ જાણી શકાય કે તેઓ એ એમએસસી ના અભ્યાસ ક્રમ માટે 75% હાજરીના નિયમનો ભંગ કર્યો છે.
  • 2024 માં એમએસસી પૂર્ણ કરનાર ઉમેદવારોની માહિતી સરળતાથી મેળવી શકાય છે અને તેના પરથી જાણી શકાય કે તેઓ એ જ્ઞાન સહાયક સાથે સાથે એમએસસી કરેલું છે કે નહિ.

જે મિત્રો એ જ્ઞાન સહાયક સાથે એમએસસી કરેલું છે તેઓ પાસે એક જ ઉપાય બચે છે કે તેઓ વિદ્યાસહાયક ની આ ભરતીમાં પોતાની એમએસસી ની લાયકાત અપલોડ ન કરે, જો આ ઉમેદવારો આજ વિદ્યાસહાયક માં લાગી જશે તો પણ હંમેશા નિમણૂક રદ થવાની અને તમારા પર કાયદેસરના પગલાં થવાની (વિદ્યા સહાયકની ભરતીમાં અમુક વર્ષ કે કાયમ માટે ઉમેદવારી રદ ની સજા અથવા તો ભૂતકાળના કિસ્સા પ્રમાણે નિમણૂક રદ થશે અને સાથે સાથે જેટલો પગાર લીધો હશે તે વ્યાજ સહિત સરકારને ચૂકવવાનો) સંભાવના બની રહેશે કેમ કે ગેર કાયદેસરની લાયકાત ક્યારેય પણ કાયદેસર નહીં બની શકે.

આશા રાખું છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી યોગ્ય લાગી હોય તો વિદ્યાસહાયકના દરેક ગ્રુપ માં આ માહિતી શેર કરવા વિનંતી, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment