Unified Landing Interface : હજુ તો ભારતનું યુપીઆઈ દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે ત્યાં તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યુએલઆઇ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. યુપીઆઈ વિશે તો તમે બધા જાણતા જ હશો, યુપીઆઈ એટલે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુપીઆઇ ની મદદ થી આપણા બેંક એકાઉન્ટમાં ફોન નંબર લીંક હોય છે અને ફક્ત આ ફોન નંબરની મદદથી અમુક સેકન્ડમાં જ એક બેન્ક એકાઉન્ટ માંથી બીજા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. હવે આવી જ નવી સિસ્ટમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે જેનું નામ છે. યુનિફાઇડ લેન્ડીંગ ઇન્ટરફેસ, ટૂંકમાં કહું તો ULI.
કેવી રીતે કામ કરશે Unified Landing Interface ?
ULI ની જાહેરાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર દ્વારા કરવામાં આવી છે અને આરબીઆઈના ગવર્નર દ્વારા યુનિફાઇડ લેન્ડીંગ ઇન્ટરફેસની કેટલીક માહિતીઓ જણાવવામાં આવી છે, તો ચાલો આ માહિતીના આધારે જાણીએ કે યુએલઆઈ કઈ રીતે કામ કરશે.
તમને ખબર જ છે કે આપણી આવકનો એક ડેટા હોય અને આ ડેટા આઈટીઆર એટલે કે આવક વેરા વિભાગ પાસે હોય છે. હવે આ ડેટા આપણા પાનકાર્ડ, મોબાઈલ નંબર કે પછી આધાર કાર્ડ સાથે પણ લિંક હોઈ શકે છે. હવે આ ડેટા ના ઉપયોગથી લોન આપવાની સિસ્ટમ એકદમ ફાસ્ટ અને સાવ સરળ બનાવવામા આવી રહી છે.
જેવી રીતે આપણો મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લીંક હોય છે અને યુપીઆઈ એપ્સ જેમકે ગૂગલપે, ફોન પે અને પેટીએમ વગેરે આપણા બેન્ક એકાઉન્ટ ની માહિતી દ્વારા અને મોબાઈલ નંબર દ્વારા ફટાફટ પૈસા ટ્રાન્સફર કરી આપે છે તેવી જ રીતે લેન્ડીંગ એપ લોન્ચ થશે અને આ એપ્સ આપણી આવકની માહિતી દ્વારા ફટાફટ લોન આપવાની પ્રક્રિયા કરશે તેમજ આ પ્રક્રિયાઓને ખૂબ જ સરળ બનાવશે.
તો ચાલો હવે આ યુનિફાઇડ લેન્ડીંગ ઇન્ટરફેસ ના ફાયદાઓ પણ જોઈ લઈએ.
યુનિફાઇડ લેન્ડીંગ ઇન્ટરફેસ ના ફાયદાઓ | Benefits Of ULI
- સૌપ્રથમ તો હાલ જેવી રીતે યુપીઆઈ પેમેન્ટ્સ ફટાફટ થઈ રહ્યું છે તેવી જ રીતે લોન ન પ્રક્રિયા ફટાફટ થઈ જશે.
- ઓલરેડી તમારા આવકની માહિતી જે તે લેન્ડિંગ એપ પાસે હશે તેથી લોન માટે જે ડોક્યુમેન્ટ્સની માથાકૂટ હતી તે યુનિફાઇડ લેન્ડીંગ ઇન્ટરફેસ દ્વારા નાબૂદ થઈ જશે.
- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂરલ વિસ્તારમાં લોકો કે જેને ઓછા રૂપિયાની લોન લેવી હશે તો પણ મળી જશે, આ માટે બેંકના ધક્કા કે બેંકના સંપર્ક ની જરૂર નહીં પડે.
- અને સૌથી જરૂરી હાલ પર્સનલ લોન માટે બજારમાં જે ફેક ડિજિટલ લોન એપ ચાલી રહી છે તેનો અંત આવશે.
આપણી આવક ડેટા નો દુરુપયોગ થશે ?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારી લેન્ડિંગ એપ્સ પર જો તમે પરવાનગી આપશો તો જ આ લેન્ડિંગ એપ્સ તમારી આવક ની માહિતી મેળવી શકશે. તમારી મંજૂરી વગર લેન્ડિંગ એપ્સ તમારી આવક વિશેની માહિતી મેળવી નહી શકે. આમ આપણી આવક અંગેની માહિતી સુરક્ષિત જ રહેશે.
હાલ યુનિફાઇડ લન્ડિંગ ઇન્ટરફેસ પાયલોટ ધોરણે લોન્ચ કરવામાં આવી રહી છે, જો આ યુએલઆઈ સિસ્ટમમાં સફળતા મળે છે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યારબાદ દરેક ભારતીય જેવી રીતે અમુક સેકન્ડમાં જ યુપીઆઈ પેમેન્ટ કરે છે તેવી જ રીતે યુએલઆઇ દ્વારા ફટાફટ લોન મેળવી શકશે.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, આવી જ રીતે નાણાકીય બાબતો તેમજ સરકારી યોજનાઓ અને મહત્વના સરકારી સમાચાર ની જાણકારી સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.
Read More: Gas Cylinder Expiry Date: રસોડામાં ગેસ સિલિન્ડર રાખતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો