ટેકાનાં ભાવ જાહેર, ખેડૂતો માટે આ પાકોના ભાવ જાણવા સારું જુઓ આ મહત્વના સમાચાર

WhatsApp Group Join Now

ખેડૂતો માટે સારા સમાચાર છે કે સરકાર એ ખેડૂતોને ટેકાના ભાવે કેટલાક પાકોની ખરીદી કરવાની છે અને તે પાકોની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન ટૂંકમાં સમયમાં ચાલુ થઈ જશે. ખેડૂત મિત્રોને મગફળીના પાક ઉપર પણ ટેકા ના ભાવ જાહેર કરી દેવામાં આવેલા છે અને તે ભાવ પ્રમાણે ખેડૂતો ની મગફળી સરકાર લે છે. 

રજીસ્ટ્રેશન ટેકાના ભાવ માટેનું ક્યારે ચાલુ થશે અને કયા કયા પાકની અંદર કેટલા રાખવામાં આવેલા છે તે અંગેની વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર સવિસ્તારપૂર્વક મેળવી. 

ટેકાના ભાવ જાહેર 

સરકાર દ્વારા હાલમાં ચાર પ્રકારના પાકો માટેના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવેલા છે જેની અંદર મગફળી, મગ, અડદ અને સોયાબીન ના પાકો છે. તો આ ત્રણેય પાકોના કેટલાક સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલા છે તે નીચે પ્રમાણે દર્શાવેલા છે. 

  • મગફળી: રૂપિયા 6,783 
  • મગ: રૂપિયા 8682 
  • અડદ: રૂપિયા 7400 
  • સોયાબીન: રૂપિયા 4,892 

આ ચારે પાકો ની અંદર આ પ્રમાણેના ટેકાના ભાવ છે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે આ ઉપરના જણાવેલા ભાવ એ ક્વિન્ટલની અંદર છે. 

મગફળીના ટેકાના ભાવ 

ઉપર જણાવેલ પ્રમાણેના ભાવ ક્વિન્ટલમાં દર્શાવેલા છે એટલે કે ક્વિન્ટલની અંદર મગફળીની ખરીદી કરવામાં આવશે તેનો ભાવ ₹6,783 છે. એક મણનો ભાવ ગણીએ તો મગફળી ની અંદર રૂપિયા 1356.60 જેટલો થાય છે. પાંચ મણ એક ક્વિન્ટલ ગણવામાં આવે છે એટલે કે સો કિલો.

ટેકાના ભાવ પર ખરીદી 

આ ટેકાના ભાવ ના જે ઉપરના પાક દર્શાવેલા છે તેમની ખરીદી 11 નવેમ્બર 2024 થી કરવામાં આવશે. દરેક તાલુકાની અંદર આ તારીખથી ખરીદી કરવાની ચાલુ થઈ જશે. તેના માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. 

ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઇન નોંધણી 

સૌપ્રથમ તમારે નોંધણી કરવાની રહેશે નોંધણી કરાવવા માટે તમારે વીસીએની મારફતે સમૃદ્ધિ પોર્ટલ ઉપર ગ્રામ્ય કક્ષાએ એક ગ્રામ કેન્દ્રએ નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવવાની તારીખ 30 ઓક્ટોબર 2024 થી 31 ઓક્ટોબર 2024 સુધી કરવાની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment