ખેતીવાડી વિભાગની એક સરસ અગત્યની યોજના કહી શકાય કે જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ગોડાઉન બનાવવા માટેની સહાય યોજના. આ યોજનાની સહાય માં સુધારો કરવામાં આવેલો છે. તો આ યોજનાની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રોએ ઓનલાઇન અરજી અગાઉ કરેલી છે અને જે ખેડૂત મિત્રો હવે અરજી કરવાના છે તો આ યોજનાની અંદર સુધારા કરવામાં આવ્યા છે અને ખેડૂતોને હવે કેટલી સહાય મળશે તે અંગેની સવિસ્તાર ચર્ચા આપણે આલેખની અંદર કરવાના છીએ.
ગોડાઉન બનાવવા માટેની યોજના ની અંદર સુધારો કરવામાં આવ્યો છે, જે યોજનાને આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તરીકે જાણીએ છીએ જે યોજનાનો સુધારા નીચે પ્રમાણે દર્શાવેલા છે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાએ એક ખેતીવાડીની મુખ્ય યોજનાઓ માની એક યોજના છે કે જેની અંદર રૂપિયા 75 હજાર સુધીની સહાય આપવામાં આવતી હોય છે અને યોજનામાં લાભ લેવા માટે ખેડૂતે ગોડાઉન બનાવવાનું રહે છે અને તે ગોડાઉનની અંદર આ પ્રકારની સહાય આપવામાં આવતી હોય છે. જે ગોડાઉન એ હેતુથી બનાવવામાં આવે છે કે ખેડૂતોનો પાક એ ચોમાસા જેવા વરસાદના વાતાવરણમાં બગડે નહીં અને સુરક્ષિત રહે. તો આ યોજનાની અંદર હવે કેટલાક સુધારાઓ કરવામાં આવેલા છે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સુધારા
આ યોજનાની અંદર સુધારો કરવામાં આવેલો છે સુધારો એ સહાયની બાબતમાં કરવામાં આવેલો છે સહાયની બાબતમાં જે પહેલાના ધોરણમાં સહાય મળતી એ નીચે પ્રમાણે હતી.
રાજ્યના જે તમામ પ્રકારના ખેડૂતો છે તેમને પોતાના ખેતર ઉપર સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% એટલે કે રૂપિયા 75 હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. તેની અંદર હવે સુધારો કરવામાં આવેલો છે.
સુધારાની અંદર રાજ્યના દરેક વર્ગના જે તમામ ખેડૂતો છે તેમને પોતાના ખેતર ઉપર સ્પેસિફિકેશન પ્રમાણે ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા પાછળ જે કુલ ખર્ચ થાય છે તેના 50% અથવા એક લાખ રૂપિયા ની મર્યાદા ની અંદર જે બંનેમાંથી ઓછું હોય છે તેની સહાય આપવામાં આવશે.
ગોડાઉન બનાવવા માટેની સહાયમાં કેટલો સુધારો
આ સહાયની અંદર પહેલા 75 હજાર રૂપિયા વધુમાં વધુ અને હવેથી એક લાખ રૂપિયા વધુમાં વધુ એટલે કે 25000 રૂપિયા નો વધારો સહાયમાં સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તું ખર્ચના 50% જો સહાય મળવા પાત્ર થાય છે પરંતુ વધુ ખર્ચ સામે વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની સહાય મળી શકશે.
આ પણ જુઓ:- ટેકાનાં ભાવ જાહેર, ખેડૂતો માટે આ પાકોના ભાવ જાણવા સારું જુઓ આ મહત્વના સમાચાર