Supreme Court big decision on Aadhaar Card : સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડની જન્મ તારીખ ને આધારે નક્કી થતી ઉંમર ને નકારી છે અને ઉંમર નક્કી કરવા માટે ક્યું દસ્તાવેજ માન્ય ગણાશે તે વિશે જણાવ્યું છે તો ચાલો જાણીએ કે આ સમગ્ર ઘટના શા માટે સુપ્રીમ કોર્ટ પર ગઈ અને સરકારી યોજના કે સરકારી નોકરી કે અન્ય કોઈ સરકારી કામમાં ઉંમરના પુરાવા માટે ક્યું દસ્તાવેજ માન્ય ગણાય તેની માહિતી મેળવીએ.
આધાર કાર્ડ પર સુપ્રિમ કોર્ટે શું કહ્યું | Supreme Court big decision on Aadhaar
આધાર કાર્ડ દ્વારા નાગરિકની ઉંમર નક્કી કરવા પર સુપ્રિમ કોર્ટે કહ્યું કે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ માટે છે કોઈ પણ વ્યક્તિની ઉંમરની સાબિતી માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાતો નથી, વધુમાં જણાવ્યું કે આધાર કાર્ડ વ્યક્તિની જન્મ તારીખ વિશે સાચી માહિતી આપી શકતું નથી તેથી કોઈ પણ વ્યક્તિની ઉંમર આધાર કાર્ડની જન્મ તારીખ દ્વારા નક્કી ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટ પર આ બાબત પર શા માટે ચર્ચા થઈ ?
થયું એવું કે એક રોડ એકસીડન્ટમાં એક પરિવારને મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ હેઠળ સરકાર દ્વારા 19.35 લાખની સહાય મળી હતી પણ પણ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા રોડ એકસીડન્ટમાં પીડિત વ્યક્તિને સહાય આપવામાં ઉંમરની ગણતરી આધાર કાર્ડ દ્વારા કરી અને તેથી તે વ્યક્તિને 19.35 લાખની સહાય મળવા ને બદલે 9.22 લાખની સહાય મળવા પાત્ર થઈ.
આ બાબત સુપ્રીમ કોર્ટ પર ગઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈ કોર્ટ દ્વારા આપેલ નિર્ણયને રદ કર્યો અને જણાવ્યું કે ‘કિશોર ન્યાય અધિનિયમ, 2015’ મુજબ કિશોરની ઉંમર નક્કી કરવા માટે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ જ માન્ય ગણવું, કીશોરના સ્કુલ લિવિંગ સર્ટિફિકેટમાં જે જન્મ તારીખ હોય તેને આધારે જ ઉંમરની સાબિતી આપવી.
આમ છેવટે ઉંમર ના પુરાવા તરીકે આધાર કાર્ડ નહીં પણ સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવ્યું.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને યાદ રહે કે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ રજૂ કરે છે, ઉંમર ના પુરાવા માટે આધારકાર્ડ રજૂ કરી શકાય નહીં. આ લેખ તમારા મિત્રોને જરૂર શેર કરજો, ધન્યવાદ.