સીધા ધિરાણ યોજના 2024: આ યોજના એ હાલમાં બહાર પાડવામાં આવેલી યોજના છે કે જેની અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સહાય આપવામાં આવતી હોય છે. જો તમે પણ કોઈ વ્યવસાયો કે રોજગાર શરૂ કરવા માંગતા હોય તો આ યોજનાનો લાભ મેળવી અને તમે તેના દ્વારા ધિરાણ મેળવી શકો છો અને તમારો રોજગાર શરૂ કરી શકો છો.
આ સીધા ધિરાણ યોજના ની અંદર કઈ રીતે અરજી કરવી અને આ યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવવો તે અંગેની વિગતવાર માહિતી આ પોસ્ટની અંદર મેળવીએ.
સીધા ધિરાણ યોજના
સીધા ધિરાણ યોજના ની હેઠળ ઓનલાઇન અરજીઓ મંગાવવા માટે જાહેરાત આપવામાં આવેલી છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા કેટલીક અલગ અલગ પ્રકારના વ્યવસાયો અને રોજગારો શરૂ કરવા માટે યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. જેની અંદર વ્યવસાય શરૂ કરવા માટે ઓછા વ્યાજના દરે લોન ની યોજનાઓ અલગ અલગ પ્રકારની આપવામાં આવેલી છે જે અલગ અલગ પ્રકારની યોજનાઓ નીચે પ્રમાણે છે.
સીધા ધિરાણ યોજનાઓ
- મુદિત લોન
- માઇક્રો ફાઇનાન્સ
- મહિલા સમૃદ્ધિ યોજના
- ન્યુ સુવરણીમ યોજના
- સ્વયં સક્ષમ યોજના
યોજનાની અંદર લાભ કોણ મેળવી શકશે
આ પ્રકારની યોજનાઓ જે અમલમાં છે જેનો લાભ લેવા માટે સૌ પ્રથમ તો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીના ઠાકોર અને કોળી જાતિના લોકો છે તેમને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર રહેશે.
યોજનાની પાત્રતા
યોજનાની પાત્રતા હોય જ્યારે તમે ઓનલાઇન અરજી કરશો ત્યારે નિગમની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે તે તમે ધ્યાનમાં રાખી અને અરજી કરવી શકો છો તથા કેટલીક પાત્રતાઓ નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- સ્વરોજગારની લોન યોજના ની અંદર અરજદારની ઉંમર એ 21 વર્ષથી 50 વર્ષ સુધીની રહે છે
- અરજદાર જે અરજી કરે છે તેમની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ સુધીની હોવી જોઈએ
- સ્વરોજગારની લોન યોજના નો લાભ મેળવવા માટે એક જ વ્યક્તિ કુટુંબમાંથી મેળવી શકશે.
- અરજી અરજદારે જે તેમનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય તે જ બેંક સાથે લીંક હોય તેવો મોબાઈલ નંબર આપવાનું રહે છે
યોજના મા અરજી
ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે ઓનલાઇન ફોર્મ નિગમનું પોર્ટલ કે જે gtkdvonline.gujarat.gov.in તથા sje.gujarat.gov.in પર તમે જઈ અને ઓનલાઇન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે તમામ ડોક્યુમેન્ટ અને પુરાવા પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે યોજનાની અંદર અરજીઓ 26 સપ્ટેમ્બર 2024 થી 25 ઓક્ટોબર 2024 સુધી કરવાની રહેશે.