વન વિભાગ જાહેર કરવામાં જે ભરતી આવી હતી વન રક્ષક વર્ગ 3 ની તે ભરતીની હવે શારીરિક કસોટીની શરૂઆત પાંચ ઓક્ટોબરથી થઈ જશે તો આ શારીરિક કસોટી ની અંદર કયા પ્રકારના ફિઝિકલ ટેસ્ટ રહેશે તે અંગેની આપણે આ લેખની અંદર વિગતવાર માહિતી મેળવીશું.
વન રક્ષક ફિઝિકલ ટેસ્ટ પુરુષો માટે
વન રક્ષક ની અંદર પુરુષો ઉમેદવારો માટે માજી સૈનિક અને માજી સૈનિક સિવાય ના અલગ અલગ સમય અને માપ રહેલા છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
માજી સૈનિક પુરુષ ઉમેદવારો માટે
- 1600 મીટર દોડ 6.30 મિનિટ
- ઊંચો કૂદકો 4 ફૂટ
- લાંબો કુદકો 14 ફૂટ
- હથેળી પોતાની બાજુમાં રહે તે રીતે પુલપસ ઓછામાં ઓછા આઠ વખત
- રસ્તા ચઢ 18 ફૂટ
માજી સૈનિક સિવાયના પુરુષ ઉમેદવારો માટે
- 1600 મીટર દોડ 6 મિનિટમાં
- ઊંચો ગુડકો 4 ફૂટ 3 ઇંચ
- લાંબો કૂદકો 15 ફૂટ
- હથેળી પોતાની બાજુમાં રહે તે રીતે પુલપ્સ ઓછામાં ઓછા આઠ વખત
- રસા ચઢ ૧૮ ફૂટ
મહિલા ઉમેદવારો માટે શારીરિક ટેસ્ટ
પુરુષો ઉમેદવારની જેમ જ મહિલા ઉમેદવાર ની અંદર પણ સમય અને માફ માજી સૈનિક સિવાય અને માજી સૈનિક ઉમેદવારો માટે અલગ અલગ રહેલ છે જે નીચે પ્રમાણે છે.
માજી સૈનિક મહિલા ઉમેદવારો માટે
- 800 મીટર દોડ 4.20 મિનિટમાં
- ઊંચો કુદકો 2 ફૂટ 9 ઇંચ
- લાંબો કૂદકો 8 ફૂટ
માજી સૈનિક સિવાયના મહિલા ઉમેદવાર માટે
- 800 મીટર દોડ ચાર મિનિટમાં
- ઊંચો કુદકો 3 ફૂટ
- લાંબો કુજકો 9 ફૂટ
શારીરિક ધોરણ છાતી, વજન અને ઉંચાઈ પુરુષ ઉમેદવાર માટે
અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે
- ઊંચાઈ 155 સેન્ટિમીટર
- છાતી ફુલાવ્યા વગર 79 સેન્ટીમીટર
- છાતી ફુલાવેલી 84 સેન્ટીમીટર
- વજન 50 કિલોગ્રામ
અનુસૂચિત જનજાતિ સિવાયના પુરુષ ઉમેદવાર
- ઊંચાઈ 163 સેન્ટીમીટર
- ફુલાવ્યા વગર છાતી 79 સેન્ટીમીટર
- ફુલાવેલી છાતી 84 સેન્ટીમીટર
- વજન 50 કિલોગ્રામ
છાતીનો ફુલાવો અને ફુલાવ્યા વગરની છાતીમાં ઓછામાં ઓછું પાંચ સેન્ટિમીટરનો ગાળો હોવો જરૂરી.
શારીરિક ધોરણ વજન અને ઉંચાઈ મહિલા ઉમેદવાર માટે
અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવાર માટે
- ઊંચાઈ 145 સેન્ટિમીટર
- વજન 45 કિલોગ્રામ
અનુસૂચિત જનજાતિના સિવાયના મહિલા ઉમેદવાર માટે
- ઊંચાઈ 150 cm
- વજન 45 kg
શારીરિક ક્ષમતા કસોટી પાસ કર્યા બાદ
જે કોઈપણ ઉમેદવારો છે તેમને લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી ની અંદર પાસ થયા બાદ તેમને જિલ્લા વારા કેટેગરી વાઇઝ નિમણૂક માટે પસંદગી લાયક ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવો પડશે. જેની અંદર પુરુષ ઉમેદવારો એ 4 કલાકમાં 25 km અને મહિલા ઉમેદવારોએ 4 કલાકમાં 14 કિલોમીટર અંતર પૂર્ણ કરવાનું રહે છે.
તો મિત્રો આ રીતે શારીરિક કસોટી ની અંદર તબક્કા રહેવાના છે તો જે કોઈ પણ મિત્રો શારીરિક કસોટી માટે નામ આવેલ હોય તેમને તમે આ માહિતી મોકલી શકો છો.