આજે આપણે એક એફડી યોજના વિશેની વાત કરવા જઈ રહ્યા છે આ યોજનાનું નામ છે અમૃત કળશ એફ ડી યોજના. અત્યારે રોકાણ માટે દરેક વ્યક્તિઓને વિચાર કરે એવું થઈ ગયેલું છે. કે આપણે કઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવું અને એફડી કરાવી કે બીજી કોઈ અન્ય જગ્યાએ લોકો અત્યારે ઘણી બધી જગ્યાઓ છે કે જેની અંદર પૈસાનો રોકાણ થઈ રહ્યું છે અલગ અલગ રીતે તેની અંદર અત્યારે ઘણા બધા લોકો એવું પણ માનતા હોય છે કે શેરબજારની અંદર પૈસાનો રોકાણ કરવું પણ કેટલા વ્યક્તિઓને તે રોકાણની અંદર ડર લાગતું હોય છે એટલે ત્યાં વ્યક્તિઓ ફિક્સ ડિપોઝિટ તરફ વળતા હોય છે અને અલગ અલગ એફડીઓ માં રોકાણ કરતા હોય છે.
અમૃત કળશ એફ ડી યોજના । SBI Amrit Kalash Scheme 2024
અમૃતકશ એફડી યોજના એ એક પ્રકારનો એફડી યોજના છે જે યોજનાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે આ એફડી ની અંદર તમને રોકાણ કરી અને સારું એવું રીટર્ન આપવામાં આવતું હોય છે. તો આપણે આજે આ અમૃત કળશ એફડી યોજના ની અંદર કેટલું રિટર્ન મળશે અને કેટલું વ્યાજ દર રહેશે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી છે આ લેખની અંદર.
Sbi દ્વારા ઘણી બધી એફબી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે કેટલીક યોજનાઓ 30 દિવસ માટેની હોય છે કેટલી યોજનાઓ 400 દિવસની આસપાસ એફડી રાખવામાં આવે છે પણ ઘણી બધી અલગ અલગ એફડીઓ છે આપણે આજે એસબીઆઇની અમૃત યોજના વિશે ચર્ચા કરીએ.
Read more: Kisan Vikas Patra Yojana: કિસાન વિકાસ પત્ર યોજનામાં 2.50 લાખ જમા કરાવવા પર મેળવો 5 લાખ રૂપીયા
અમૃત કળશ એફ ડી યોજનાની શરતો અને પાત્રતા
અમૃત કળશ યોજના યોજના માં તમારે લાભ લેવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની અંદર એકાઉન્ટ હોવું જરૂરી છે.
- આ એફડી નું એકાઉન્ટ સિંગલ જેની અંદર એક જ વ્યક્તિ તરીકે પણ ખોલી શકો છો.
- આ fd ની અંદર તમે જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકો છો
- વ્યક્તિગત સિવાય તમે કોઈપણ ટ્રસ્ટ કે કોઈ પણ સોસાયટી કે કોઈપણ લિમિટેડ કંપની પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. એફડી કરાવી શકે છે.
- તમે ઓછામાં ઓછા હજાર રૂપિયા અને વધુમાં વધુ બે કરોડ રૂપિયા સુધીની રકમ ની આપડી કરાવી શકો છો.
અમૃત કળશ એફ ડી યોજનાના વ્યાજ દરો
અમૃત કળશ એફડી યોજનાની અંદર સ્ટેટ બેંક દ્વારા સારું ઇન્ટરેસ્ટ આપવામાં આવતું હોય છે જેની અંદર જનરલ માટે 7.10 ટકા નું વ્યાજ દર રાખવામાં આવેલું છે અને સિનિયર સિટીઝન માટે 7.60 ટકા નું વ્યાજ દર રાખવામાં આવેલ છે. ની અંદર 400 દિવસ પછી મેચ્યોરિટી આવી જતી હોય છે. જે દિવસોની પહેલા તમે જો એફડી તોડો છો તો તમને 0.5 ટકા ની પેનલ્ટી લગાવવામાં આવશે. અને પાંચ લાખથી વધુમાં એક ટકાની. તે સિવાય FD ઉપર તમે લોન પણ લઈ શકો છો.
આયોજન ની અંદર જે કોઈપણ જનરલ સિટીજન એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અને એફડી કરાવે છે તો તેમને મેચ્યુરીટીના સમય ઉપર 1,08,018 રૂપિયા મળવા પાત્ર થશે. તથા જો કોઈ સીનીયર સીટીઝન એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરશે તો તેમને ₹1,08,600 રૂપિયા મળશે.
અમૃત કળશ એફ ડી યોજનાના ફાયદા
- સૌપ્રથમ તો તમે કોઈપણ પ્રકારની એફડી કરાવો છો તો તેની અંદર તમારે કોઈ પણ પ્રકારનું રિસ્ક રહેતો નથી.
- એફડી કરાવવાથી તમને તમારી રકમને આટલા દિવસ પછી આટલું રિટર્ન મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી હોય છે.
- એફડી ની ઉપર તમને લોન પણ મળવા પાત્ર થશે.
- તમારે અચાનક જરૂર પડી હોય તો તમે એફડી ના રૂપિયા ઉપાડી પણ શકો છો અથવા તેની પર લોન પણ લઈ શકો છો.
આ રીતે એફ ડી કરાવવાના ઘણા બધા ફાયદાઓ થતા હોય છે.
Read More: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરી હવે મેળવો 78000 સુધીની સબસિડી, જાણો જરુરી માહિતી
તો મિત્રો આ હતી યોજના કે જેનું નામ છે અમૃત કળશ એફ ડી યોજના કે જેની અંદર તમે એફડી કરાવી અને ઉપર જણાવેલ પ્રમાણેના રિટર્ન મેળવી શકો છો.