Salary increase News Gujarat: ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ પર ભેટ મળી રહી છે કેમ કે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી દ્વારા પહેલા જાહેરાત થઈ કે દિવાળીના ભેટ સ્વરૂપે ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સમા જ ચૂકવી દેવામાં આવશે અને હવે આ સરકારી કર્મચારીઓના પગારમાં સીધો રૂપિયા 10,000 વધારો કરવામાં આવ્યો છે, તો ચાલો આ અગત્યના સમાચાર વિશે વિગતવાર વાત કરીએ.
Salary increase News Gujarat
ગુજરાતના મુખ્મંત્રીશ્રી દ્વારા હમણાં જ જાહેરાત કરવામાં આવી છે કે જે નાગરિકો પીએમ પોષણ યોજના હેઠળ જે તાલુકા કક્ષાએ મધ્યાહન ભોજન સુપરવાઈઝરની ફરજ બજાવી રહ્યા છે તેઓના પગાર માં સીધો રૂપિયા દસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ તાલુકા કક્ષાએ મધ્યાહન ભોજન સુપરવાઈઝરની ફરજ બજાવતા કર્મચારીઓનો માસિક પગાર ₹15,000 હતો, પરંતુ હવે ₹10,000 ના વધારા સાથે તેઓને મહિને ₹25,000 પગાર ગુજરાત સરકાર તરફથી ચૂકવવામાં આવશે.
11 માસના કરાર આધારિત ભરતી થાય છે
પીએમ પોષણ યોજના હેઠળ તાલુકા કક્ષાએ મધ્યાહન ભોજન સુપરવાઈઝરના પદ માટે 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે એટલે કે આ સરકારી નોકરી કાયમી નથી પરંતુ હંગામી છે. કરાર પૂર્ણ થતાં અથવા તો અન્ય કોઈ કારણોસર આ સરકારી કર્મચારીઓને નોકરી માંથી છુટા કરવામાં આવે છે અને જરૂર જણાય તો કરાર રીન્યુ પણ થઈ શકે છે.
310 ખાલી જગ્યાઓ પર ભરતી થશે
ન્યુઝ મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ પીએમ પોષણ યોજના હેઠળ તાલુકા કક્ષાએ મધ્યાહન ભોજન સુપરવાઈઝરની 310 ખાલી જગ્યાઓ છે અને તે જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે તેથી વહેલી તકે 310 ખાલી જગ્યાઓ પર ભોજન સુપરવાઈઝરની ભરતી થવાની શક્યતા છે, આ નવી ભરતીમાં પસંદગી થનાર કર્મચારીઓને પણ આ વધારા સાથેનો ₹25,000 પગારનો લાભ મળશે.
એડવાન્સ પગાર વિશે માહિતી
હાલ જ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી આનંદમય રહે તે માટે તેઓનો ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સમા ચૂકવી દેવામાં આવશે, મળતી માહિતી અનુસાર 22 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓનો ઓક્ટોબર મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવશે.
મિત્રો આ જ રીતે અગત્યના અને કામના સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ જો કોઈ તમારો મિત્ર સરકારી નોકરી કરે છે અથવા ભોજન સુપરવાઈઝરની નોકરી કરે છે અથવા ભોજન સુપરવાઈઝરની ભરતીની રાહ જોઈ રહ્યો છે તો તેને આ લેખ જરૂર શેર કર જો, ધન્યવાદ.