Refrigerated Van Sahay Yojana: દર આજે આપણે બહુ જ સરસ એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર રેફ્રિજરેટેડ વ્હીકલ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આ વહીકલ એ ફોરવીલ હોય છે જેની અંદર રેફ્રિજરેટેડ એટલે કે ફ્રીજ પ્રકારનો એકમ પાછળ કન્ટેનર બનાવવામાં આવેલું હોય છે જેની અંદર ફ્રીજમાં રાખવા જેવી વસ્તુઓ મૂકવામાં આવે છે અને જેનો બગાડ થતો નથી તે પ્રકારનું એક વ્હીકલ આવે છે તે વૈકલ્પ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે તો જે કોઈપણ ખેડૂત મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માગતા હોય તે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવે.
રેફ્રિજરેટેડ વ્હીકલ સહાય યોજના Refrigerated Van Sahay Yojana
રેફ્રિજરેટર ધરાવતું ફોરવીલર સાધન ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે અને આ સહાય નું ધોરણ ₹15,00,000 નું છે આ પ્રકારનું વૈકલ્પ ખરીદવા માટે સરકાર દ્વારા 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે તો આ યોજનાએ બહુ સરસ યોજના છે અને આ યોજનામાં કોણ કોણ લાભ મેળવી શકશે અને આયોજનની અંદર લાભ મેળવવા માટે શું શું પાત્રતા હોય છે તથા યોજનાનો લાભ કઈ રીતે મળશે જરૂરી ડોક્યુમેન્ટો શું છે તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.
રેફ્રિજરેટેડ વ્હીકલમાં મળતી સહાય
આ વહીકલ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપી રહી છે અને આ સહાયની અંદર કેન્દ્ર સરકાર દ્વારા 60% ની સહાય અને 40% ની સહાય રાજ્ય સરકારનો ફાળો રહેશે એ બંને મળી અને જે રકમ સહાયમાં મળવાપાત્ર હશે તે આપશે. તો આ સહાયની અંદર જે ખરીદવા માટેનો યુનિટ છે એટલે કે યુનિટ ની કોસ્ટ એ 25 લાખ રાખવામાં આવેલી છે અને તેની સામે 40% ની સહાય એટલે કે રૂપિયા દસ લાખની વધુમાં વધુ સહાય આપવામાં આવશે આ યુનિટ કોસ્ટ ને ૪૦ ટકા અથવા 10 લાખ રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તે યોજનાની અંદર મળવા પાત્ર રહેશે આ જનરલ કેટેગરી ના લાભાર્થી માટે રહેશે.
આ યોજનામાં જે એસટીએસસી કેટેગરીના લાભાર્થીઓ છે તેમના માટે આ યોજનાના 60% એટલે કે રૂપિયા ૧૫ લાખ સુધીની સહાય આપવામાં આવશે 60% અથવા 15 લાખ રૂપિયા યુનિટ કોસ્ટ ની અંદર જે બંનેમાંથી ઓછું હશે તે સહાયમ સરકાર દ્વારા લાભાર્થીને મળવા પાત્ર રહેશે.
રેફ્રિજરેટેડ વાનમાં લાભ માટે પાત્રતા
આવ જાણે લાભ મેળવવા માટે નીચે પ્રમાણે પાત્રતાઓ અને શરતો દર્શાવેલી છે જે લાભાર્થીને લાભ મેળવવા માટે પાલન કરવી જરૂરી છે
- આ યોજનાની અંદર લાગેલા માટે સૌપ્રથમ લાભાર્થીને ઓનલાઇન અરજી કરવાની રહેશે અને મંજૂરી મળ્યા બાદ આ યોજનામાં લાભ મેળવી શકશે.
- આ યોજનાએ ભારત સરકાર શ્રી દ્વારા અમલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય યોજના અંતર્ગત યોજના છે.
- લાભાર્થીએ વાહનની ખરીદીના પાકા બીલો અને વાઉચરો તમામ અસલ ક્લેમ સમયે જિલ્લા કચેરીની ખાતે રજુ કરવાના રહેશે.
- સહાય મળેલ વહાન નો ઉપયોગ પ્રધાનમંત્રી મત્સ્ય સંપ્રદાય યોજના મત્સ્ય ઉદ્યોગ ના હેતુ માટે જ કરવાનો રહેશે.
- બીજા હેતુસર વાહનો ઉપયોગ જણાશે તો તેવા સંજોગોમાં ભારત સરકાર શ્રી દ્વારા સહાયની રકમ વ્યાજ સાથે લાભાર્થી પાસેથી પસંદ કરવામાં આવશે.
યોજનામાં લાભ મેળવવા માટે અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો લાગુ પડતો હોય તો
- બેંકના પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ
- રેશનકાર્ડ જો લાગુ પડતું હોય તો
- લાભાર્થી નો ફોટો
- આધારકાર્ડ
- પ્રોજેક્ટ રિપોર્ટ
- બોધી કોટેશન
- વ્હીકલ ક્વોટેશન
- વાનની રેફ્રિજરેટેડ બોડી વર્ક માટેનું જે ક્વોટેશન હોય તે
- જ્યાંથી ખરીદેલું હોય વાહન તે ઓથોરાઇઝ ડીલરનું ક્વોટેશન
- માછીમારનું લાયસન્સ ની નકલ
રેફ્રિજરેટેડ વ્હીકલ યોજનામાં અરજી કેવી રીતે કરવી
આ વાહનની યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઉપર પ્રમાણેની પાત્રતાઓ અને ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે આઈ ખેડૂત પર તમે આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઇન અરજી કરવા માટે તમારે 31 જુલાઈ 2024 સુધીમાં અરજી કરવાની રહેશે હાલમાં અરજી ફોર્મ ચાલુ છે. ઓનલાઇન અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે અને તેની અંદર તમારે વિવિધ પ્રકારની યોજનાઓમાં મત્સ્યપાલ ની યોજનાઓ પર જઈ અને તમારે આ રેફ્રિજરેટેડ વ્હીકલ નામની યોજના ની અંદર અરજી કરવાની રહેશે.
રેફ્રિજરેટેડ વ્હીકલ નામની આ યોજના પર ક્લિક કર્યા બાદ તમારે ઓનલાઇન ફોર્મ જે દર્શાવવામાં આવે છે તે ભરવાનું રહેશે અને તે ફોર્મ ભર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ નીકળી અને તેની સાથે પ્રિન્ટ આઉટ માં લખેલા જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને જે તે કચેરી ઉપર દર્શાવેલી હોય ત્યાં તમારે મોકલવાના રહેશે.
તો આ રીતે આ યોજનાની અંદર લાભ મેળવી શકાય છે અને જે મિત્રો આ યોજનાની અંદર પાત્રતા ધરાવતા હોય તે યોજનાનો લાભ મેળવી શકે છે.