Ration card new rule from 1 November : રાશન કાર્ડ એક મહત્વનું દસ્તાવેજ છે. રાશન કાર્ડની મદદથી જ રાશન કાર્ડ ધારકો પોતાના હકનું રાશન વિનામૂલ્યે અથવા તો વ્યાજબી ભાવના દરે મેળવી શકે છે. રાશન કાર્ડ ધારકોની સંખ્યા કરોડોમાં છે તેથી કેન્દ્ર સરકાર રાશનકાર્ડ ધારકો માટે હંમેશા એક્ટિવ રહે છે અને નવા નવા નિયમો તેમજ સુધારા કરતી રહેતી હોય છે, તો ચાલો જાણીએ કે એક નવેમ્બરથી રાશન કાર્ડ ધારકો માટે ક્યો સુધારો થયો છે.
ઘઉં અને ચોખા નો જથ્થો સમાન | Ration card new rule from 1 November
જે પણ રાશન કાર્ડ ધારકો વ્યાજબી ભાવની દુકાન પરથી રાશન મેળવતા હશે તેઓને ખ્યાલ જ હશે કે તેઓને ઘઉં અને ચોખા અલગ અલગ માત્રમા મળતા જેમ કે ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા પરંતુ હવે આ માત્રા સમાન કરી દેવામાં આવી છે જેમ કે હવે અઢી કિલો ચોખા અને અઢી કિલો ઘઉં મળશે એટલે ચોખાની માત્રા અડધો કિલો ઘટાડી દીધી છે અને ઘઉંની માત્રા અડધો કિલો વધારી દીધી છે.
17 કિલો ઘઉં મળશે
જે લોકો અંત્યોદય કાર્ડ ધરાવે છે તેઓને અગાઉ 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખાનો લાભ આપવામાં આવતો હતો પણ હવે આ માત્રામા પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે આ લોકો માટે સરકારે ઘઉં ની માત્રા વધારીને 17 કિલો કરી દીધી છે એટલે કે હવે પેલી નવેમ્બરથી 17 કિલો ઘઉં મળશે પરંતુ સરકારે ચોખાની માત્રા ત્રણ કિલો ઘટાડી દીધી છે એટલે હવે ચોખા 18 કિલો જ મળશે.
ટૂંકમાં કેન્દ્ર સરકાર દ્વારા ચોખામાં જેટલા કિલો ઘટાડ્યા છે તેટલા જ કિલો ઘઉમાં વધાર્યા છે.
ઈ કેવાયસીની છેલ્લી તારીખ
કેન્દ્ર સરકાર વાર વાર રાશનકાર્ડ ધારકોને ઈ કેવાયસીની સૂચન આપી રહ્યું છે અને ચેતવણી પણ આપે છે કે જે રાશન કાર્ડ ધારકો પોતાનું ઈ કેવાયસીની નહીં કરાવે તેના ભાગનું રાશન નહીં મળે આ ઉપરાંત રાશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે લાંબી લાઈનો ના લાગે એટલે તારીખો પણ લંબાવવામાં આવે છે.
પહેલા રાશન કાર્ડ ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ પેલી સપ્ટેમ્બર સુધી રાખવામાં આવ્યું હતું ત્યારબાદ આ તારીખ લંબાવીને પેલી નવેમ્બર સુધી રાખવામાં આવી હતી અને હવે આ તારીખ લંબાવીને પેલી ડિસેમ્બર રાખવામાં આવી છે. તો દરેક રાશન કાર્ડ ધારકોને અનુરોધ છે કે તેઓ 1 ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસીની કરાવી લે.
મિત્રો જો તમે આવી જ રીતે કામના સરકારી સમાચારની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો અમારી સાથે જોડાયા રહેજો ઉપરાંત તમારા મિત્ર પાસે પણ રાશન કાર્ડ છે પણ આ માહિતી થી માહિતગાર નથી તો તેને આ લેખ જરૂર શેર કરજો, ધન્યવાદ.