upi payments are not working: આ બે દિવસે યુપીઆઈ સર્વિસ બંધ રહેશે, ખિસ્સામાં રોકડ રકમ રાખજો નહિતર…

WhatsApp Group Join Now

upi payments are not working : યુપીઆઈ નો ઉપયોગ દિવસેને દિવસે વધી જ રહ્યો છે, એવામાં આપણે સૌ યુપીઆઈના સહારે બહાર ફરવા કે ખરીદી કરવા નીકળી જતા હોય છે પરંતુ જો આવા સમયે પોતાની પાસે રોકડા રકમ ન હોય અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ ન થતું હોય તો મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ, આ મુશ્કેલી નો સામનો ન કરવો પડે એટલા માટે જ બેંક દ્વારા અગાઉ જ ગ્રાહકોને જાણકારી દેવામાં આવે છે કે આ દિવસે આટલા સમય માટે યુપીએસ પેમેન્ટ સર્વિસ બંધ રહેશે. તો ચાલો જાણીએ કે ક્યાં દિવસે અને ક્યાં સમયે યુપીઆઈ પેમેન્ટ સર્વિસ બંધ રહેશે.

નવેમ્બર મહિનાના આ બે દિવસ યુપીઆઈ પેમેન્ટ નહીં કરી શકો

જે લોકો એચડીએફસી બેન્કના ગ્રાહક છે તેઓને જણાવી દઈએ કે એચડીએફસી બેન્ક એ પોતાના ગ્રાહકોને સૂચના આપી છે કે નવેમ્બર મહિનાની પાંચ તારીખ અને 23 તારીખે તેઓ એચડીએફસી બેન્ક દ્વારા યુપીઆઈ પેમેન્ટ દ્વારા ના તો પૈસા મોકલી શકશે અને ના તો પૈસા મેળવી શકશે. આ વિશે વધુમાં એચડીએફસી બેન્ક જણાવ્યું છે કે કેટલીક મહત્વની મેન્ટેનન્સની કાર્યવાહી કરવાની હોવાથી આ બે દિવસના ચોક્કસ સમયગાળા દરમ્યાન યુપીઆઈ પેમેન્ટ સર્વિસ બંધ રહેશે.

આ બે દિવસે એટલા કલાક સર્વિસ બંધ રહેશે | upi payments are not working

એચડીએફસી બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું છે કે 5 નવેમ્બર ના રોજ બપોરના 12:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી એમાં બે કલાક તેમજ 23 નવેમ્બરના રોજ બપોરના 12:00 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી એમ ત્રણ કલાક એચડીએફસી બેન્કના ગ્રાહકો યુપીઆઈ સર્વિસ નો ઉપયોગ નહીં કરી શકે. ઉપરાંત વધુમાં જણાવ્યું છે કે આ સમય દરમ્યાન રૂપે કાર્ડ દ્વારા પણ નાણાકીય કેમ બિનનાણાકીય ટ્રાન્જેક્શન નહીં થઈ શકે તેમજ કોઈ દુકાનદાર એચડીએફસી બેન્ક દ્વારા પેમેન્ટ મેળવે છે તો આ સમય દરમિયાન તેઓ એચડીએફસી બેન્ક દ્વારા પેમેન્ટ નહીં મેળવી શકે.

એચડીએફસી બેન્ક ખાતાધારકો માટે ખાસ

જો તમારો બેંક એકાઉન્ટ એચડીએફસી બેન્ક માં છે અને આ ખાતું યુપીઆઈ એપ્સ જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરે સાથે લિંક છે તો તમે ઉપર દર્શાવેલ તારીખે દર્શાવેલા ચોક્કસ સમયગાળામાં કોઈ પણ પ્રકારનું યુપીઆઈ ટ્રાન્જેક્શન નહીં કરી શકો.

આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે, જો તમારા કોઈ મિત્રનું એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ છે અને તે યુપીઆઈ નો ઉપયોગ કરે છે તો તેને આ અહેવાલ જરૂર શેર કરજો જેથી તે દિવસે તમારો મિત્ર બહાર જાય તો સાથે ખિસ્સામાં રોકડ રકમ રાખે જેથી કોઈ મુશ્કેલીમાં ના મુકાય અને આવી જ રીતે કામના સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment