Ration Card New Rule: હવે સમયસર રાશન ના લીધું તો રાશન મળવાનું બંધ, જાણો સરકારનો નવો નિયમ

WhatsApp Group Join Now

Ration Card New Rule : તમારા માંથી લગભગ બધા પાસે રાશન કાર્ડ હશે જ, જો તમે રાશન કાર્ડ ધરાવો છો તો આજના આ સમાચાર તમારા માટે જ છે કેમ કે સરકારે હવે સમયસર રાશન ન લેનાર રાશનકાર્ડ ધારકો માટે કડક વલણ અપનાવ્યું છે તો ચાલો આ નવા નિયમ વિશે વિગતવાર વાત કરીએ.

તો રાશન નહિ મળે | Ration Card New Rule

ઘણા રાશનકાર્ડ ધારકો પોતાનું રાશન સમયસર મેળવતા નથી આ બાબત સરકારની નજર પડતાં આવા રાશનકાર્ડ ધારકો માટે એક નવો નિયમ બનાવ્યો છે.

આ નિયમ મુજબ રાશનકાર્ડ ધારકને મહિનામાં મળવાપાત્ર રાશન તે જ મહિનામાં નહિ મેળવે તો તેને તે રાશન મળવા પાત્ર થશે નહીં એટલે કે હવે રાશનકાર્ડ ધારકને દર મહિને સમયસર પોતાનું રાશન મેળવવાનું રહેશે જો તે મહિનો ચૂકી જશે તો સમજો કે તે પોતાનું તે મહિનાનું રાશન પણ ચૂકી જશે.

આ રાશનકાર્ડ ધારકોને અસર થશે

એવા રાશનકાર્ડ ધારકો કે જે પોતાના નોકરી ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોય છે તેઓ એવો આગ્રહ રાખતા કે કોઈ એક દિવસે એકસાથે પોતાનું રાશન મેળવી લેતા પરંતુ હવે આ સરકારના નિયમ મુજબ આવા વ્યક્તિઓને હવે પોતાનું રાશન મેળવવા માટે દર મહિને રાશન લેવા માટે સમય કાઢવો પડશે.

શા માટે આ નવો નિયમ બનાવવામાં આવ્યો ?

ઘણા એવા બેદરકાર રાશનકાર્ડ ધારકો પોતાનું રાશન સમયસર મેળવતા નથી અને જ્યારે મન થાય ત્યારે રાશન લેવા જતા તેથી સરકારને રાશનની વિતરણ વ્યવસ્થામાં થોડી મુશ્કેલી ઊભી થતી હતી તેથી રાશનની વિતરણ વ્યવસ્થા સુ વ્યવસ્થિત બને અને જેઓને ખરેખર રાશનની જરૂર છે તેઓને સમયસર રાશન મળી રહે તે માટે આ નવો નિયમ બનાવ્યો છે.

આ રીતે દર મહિનાનું રાશન મેળવી શકશો

જેઓને ખરેખર રાશનની જરૂર છે તેઓ તો ગમે તેમ કરીને દર મહિનાનું રાશન મેળવી જ લેશે અને જેઓ રાશન લેવામાં બેદરકારી દાખવતા હતા તેઓ બેદરકારી છોડી દે તો દર મહિને સરળતાથી પોતાનું રાશન મેળવી શકશે પરંતુ જે લોકો પોતાના કોઈ વ્યવસાયમાં વ્યસ્ત હોય તો તે લોકો દર મહિને પોતાનું રાશન મેળવવા માટે પોતાના કુટુંબ સભ્યને રાશન લેવા મોકલી શકે છે અને જો બધા કુટુંબ સભ્યો કોઈ કાર્યમાં વ્યસ્ત હોય તો દર મહિને રાશન લેવા જવા માટે વારા રાખી શકો છો જેથી દર મહિનાનું રાશન પણ મળી રહે અને સમય પણ ન બગડે.

આશા રાખું છું કે આજની આ માહિતી તમને પસંદ આવી હશે, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમે તમારા મિત્રોને આ પોસ્ટ જરૂર શેર કરજો તેમજ આવા અગત્યના સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment