pm vidya lakshmi education loan yojana : હમણાં કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ પ્રધાન મંત્રી વિદ્યા લક્ષ્મી યોજનાને મંજૂરી આપવામાં આવી, આ યોજનાની મદદથી દેશના કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય અવ્યવસ્થા નહીં નડે, આ યોજના દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ કરવા માટે દસ લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે.
આ કેબિનેટ બેઠક દ્વારા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ યોજના દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીને દસ લાખ સુધીની સહાય આપવામાં આવશે, તો ચાલો હવે આ યોજનાની વિશેષતા વિશે વાત કરીએ.
પીએમ વિદ્યા લક્ષ્મી યોજનાની વિશેષતા | pm vidya lakshmi education loan yojana
- જો કોઈ વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે પરંતુ આર્થિક પરિસ્થિતિને લીધે આગળ અભ્યાસ નથી કરી શકતો તો તેને આ યોજના દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ સમગ્ર ભારત દેશ વ્યાપી છે.
- સ્વાભાવિક વાત છે કે લોન છે એટલે વ્યાજ ચૂકવવો પડે પરંતુ આ યોજનાનો મોટો ફાયદો એ છે કે આ યોજના દ્વારા લોન લેવાથી સરકાર 3% વ્યાજ સબસિડી આપે છે.
- પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા લોન પર કોઈ પણ પ્રકારની સંપતિ ગીરવી રાખવાની જરૂર નથી ઉપરાંત આ યોજના દ્વારા ગેરંટીની પણ જરૂર નથી.
- આ યોજના દ્વારા લોન મેળવવાથી 75% ક્રેડિટ ગેરંટી મળે છે એટલે કે લોનમાની 75% રકમની જવાબદારી સરકારની રહેશે, જેથી બેંકો માટે જોખમ ઘટશે.
આ યોજનાનો લાભ કોણ લઇ શકે ?
આ યોજનાનો લાભ ફક્ત ભારતના વિદ્યાર્થીઓને જ આપવામાં આવે છે. વધુમાં આ યોજના દ્વારા ધનિક પરિવારના વિદ્યાર્થીને લોન નો લાભ મળતો નથી એટલે કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના વિદ્યાર્થી કે જેના કુટુંબની વાર્ષિક આવક આઠ લાખ કે તેથી ઓછી હોય તેઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે.
આ ઉપરાંત આ યોજનાના અમુક સામાન્ય ફાયદાની વાત કરીએ તો આ યોજના દ્વારા લોન મેળવવા માટે અરજી પ્રક્રિયા સરળ અને ઓનલાઇન છે તેથી ઝડપથી અરજી કરી શકાય છે તેમજ આ યોજનાનો લાભ ભારત દેશનો કોઈ પણ યોગ્યતા ધરાવતો વિદ્યાર્થી મેળવી શકે છે.
આશા રાખું છું કે તમને આ યોજનાની માહિતી પસંદ એવી હશે, જો તમે આ યોજનાનો લાભ લેવાનું વિચારી રહ્યા છો તો વધુ માહિતી સરકારની સતાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો તેમજ આ યોજનાનો લાભ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ મેળવી શકે તે માટે આ લેખ ને વધુમાં વધુ શેર કરજો અને આવી જ રીતે સરકારી યોજનાની સમયસર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.