પટેટો પ્લાન્ટર સહાય યોજના 2024: ખેડૂતોને કે જે કોઈપણ ખેડૂતો પટેટો પ્લાન્ટર ખરીદવા માંગતા હોય તો તેના ઉપર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, આ સહાય એ 75,000 રૂપિયા સુધીની ખેડૂતને આપવામાં આવતી હોય છે. જે યોજના ની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે.
યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું અને કઈ રીતે લાભ મેળવવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું.
પોટેટો પ્લાન્ટર સહાય યોજના:
પોટેટો પ્લાન્ટર જેના થકી જે ખેડૂત મિત્રો બટાકાનો વાવેતર કરતા હોય છે અને તેના માટેની આ એક પ્રકારની વામણી હોય છે જેને પોટેટો પ્લાન્ટર તરીકે ઓળખવામાં આવતું હોય છે, આ પ્લાનટર દ્વારા તમે બટાકાની જ વાવણી કરી શકો છો.
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આ યોજના ને અમલમાં મૂકવામાં આવેલી છે અને યોજનાની અંદર દરેક પ્રકારના ખેડૂતોને યોજનાની અંદર લાભ આપવામાં આવે છે. ખેડૂતોને નીચે પ્રમાણે દર્શાવ્યા અનુસાર લાભ આપવામાં આવતો હોય છે.
પોટેટો પ્લાન્ટર સબસીડી સહાય
આ યોજનામાં સામાન્ય ખેડૂતોને 20 બીએચપી થી ચાલતા હોય તેવા પ્લાનટર માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા ચોવીસ હજાર જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે, 20 થી વધુ અને 30 બીએચપી સુધી થી ચાલતા સાધન માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 32000 બંને માંથી ઓછું છે તે, 35 બીએચપી થી વધુ ચાલતા ટ્રેક્ટર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 60,000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે.
જાતિ જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના તથા શ્રીમંત મહિલા ખેડૂતોની માટે ઉપર દર્શાવ્યા પ્રમાણે જ અનુક્રમે 20 બીએચપી, 20 થી વધુ અને 35 બીએચપી સુધી, 35 બીએચપી થી વધુ ના ટ્રેક્ટર માટે રૂપિયા 30,000, રૂપિયા 40,000, અને ₹75,000 અથવા 50% જે ઓછું હશે તે મળવા પાત્ર રહેશે. આ જ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે રહેશે.
પોટેટો પ્લાન્ટર ખરીદી સહાય
યોજનાનો લાભ મેળવવા જે ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાઈઝ ડીસ્કવરી ના હેતુ માટે તૈયાર કરેલ પેનલ ની અંદર જે સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા હોય છે તેમની પાસેથી લાભાર્થી જે તે સાધનની ખરીદી કરવાની રહેશે.
પોટેટો પ્લાન્ટર યોજનામાં અરજી
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે આઈ પોર્ટલ વેબસાઈટની સીટી કાર્ડ વિભાગમાં જઈ અને પોટેટો પ્લાન્ટરને યોજનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 હોવાથી તમારે તારીખ ને અનુલક્ષીને ફોર્મ ભરવાનું રહેશે.