Pak nuksan Sahay 2024: મિત્રો સારા સમાચાર છે સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે. અગાઉ જુલાઈ મહિનાની અંદર અમુક જગ્યાએ ઘણો બધો વરસાદ થયો હતો અને પાકોને નુકસાન થયેલું હતું. તો આ લાભ ખેડૂતોને મળવા પાત્ર રહેશે અને કઈ રીતે લાભ મળી શકે છે તે વિશેની સમગ્ર માહિતી આપણે જાણીએ આ પોસ્ટ દ્વારા.
સરકાર દ્વારા ખેડૂતોને સહાય
રાજ્યના કૃષિ મંત્રી દ્વારા કૃષિ સહાયક પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે. જેની અંદર ખેડૂતોને ઉભા પાક ની અંદર જે નુકસાન થયેલું છે તેના માટે રૂપિયા 350 કરોડનું સરકાર દ્વારા સહાય પેકેજ 1.5 લાખ ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલું છે.
પાક નુકસાન સહાય 2024
જુલાઈ મહિનાની અંદર ખાસ કરીને નવ જિલ્લાની અંદર રાજ્યમાં તારીખ 18 થી 24 જુલાઈ 2024 માં સુરત, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, તાપી અને નવસારી એમ કુલ નવ જિલ્લાની અંદર તરત ઘણો બધો વરસાદ વરસવાના કારણે 45 તાલુકા માં ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયેલ હતું. સરકાર દ્વારા સર્વે કરવામાં આવેલો હતો જેની અંદર કુલ એક્ટર ₹4,06,892 જેટલો વિસ્તાર માં નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું.
પાક નુકસાન સહાયમાં મળવાપાત્ર સહાય
ખેડૂતોને આ નુકસાન માટે જેને 33% કે તેનાથી વધુ નુકસાન થયેલું છે તેમને બે હેક્ટરની મર્યાદા ની અંદર રૂપિયા 11,000 બીન પીયતમાં અને પિયત પાકોની અંદર રૂપિયા 22,000 બે હેક્ટરની મર્યાદા ની અંદર પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે
આ સહાયની અંદર એક લાખની 50000 જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવશે સરકાર દ્વારા 350 કરોડનું hdfc ના નિયમો ઉપરાંત પેકેજ જાહેર કરવામાં આવેલું છે.
પાક નુકસાન સહાય માટે અરજી
આ સહાયની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી એ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ખેડૂતે 30 મી ઓગસ્ટ થી કરવાની રહેશે. જેના ઉપર દર્શાવ્યા પ્રમાણે ખેડૂતોને લાભ મળવા પાત્ર રહેશે.