CISF Constable BhartiI 2024: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે. કોન્સ્ટેબલ ભરતી ની માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. સીઆઈએસએફ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. જેની અંદર રિક્રુમેન્ટ ઓફ કોન્સ્ટેબલ/ફાયર 2024 in CISF માટે જાહેરાત નોટિસ જાહેર કરવામાં આવેલ છે.
આ ભરતી ની અંદર કેટલી ભરતી અને પગાર ધોરણ તથા કઈ રીતે ભરતીમાં અરજી કરી શકાય તે વિષયને માહિતી આપણે સંપૂર્ણ વિગતવાર આ લેખની અંદર મેળવીશું.
CISF ભરતી ની અગત્યની તારીખો
આ ભરતી ની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે અને તેની અરજી ઓનલાઇન જ કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટેની શરૂઆત 31 ઓગસ્ટ 2024 થી કરવામાં આવશે. ત્યારથી તમે આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ કરી શકો છો ઓનલાઈન અરજીઓ કરવા માટેની છેલ્લી તારીખ પણ આપવામાં આવેલી છે. ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર 2024 ત્યાં સુધીમાં તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
પગાર ધોરણ
આ ભરતી ની અંદર ઉપર દર્શાવેલ પ્રમાણે તમે અરજી કરી શકો છો અને હવે આપણે પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ પોસ્ટની અંદર કેટલો પગાર મળવા પાત્ર રહે છે.
આ પોસ્ટની અંદર પે મેટ્રિક લેવલ 3 ના આધારે પગાર આપવામાં આવે છે જે પગાર એ 21,700 થી 69,100 પગાર ધોરણ પ્રમાણે પગાર મળવાપાત્ર રહે છે.
કુલ જગ્યાઓ
ભરતી ની અંદર અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારની જગ્યાઓ ફાળવવામાં આવેલી છે જેની અંદર કુલ જગ્યાઓ એ 1130 જેટલી જાહેર કરવામાં આવેલી છે. તેમાંથી 466 જેટલી જગ્યાઓ એ સામાન્ય ઉમેદવાર માટે છે. 114 જગ્યાઓ EWS, એસી કેટેગરી માટે 153, 161 જગ્યાઓ એસટી કેટેગરી માટે તથા ઓબીસી કેટેગરી માટે 236 જેટલી જગ્યાઓ રહેશે. ગુજરાત રાજ્યની અંદર કુલ 32 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
આ ભરતીની અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધીની અંદર ઉમેદવારે કોઈ પણ માન્ય બોર્ડ કે યુનિવર્સિટી દ્વારા સાયન્સ સબ્જેક્ટ સાથે ધોરણ 12 ની પરીક્ષા અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ.
ઉમેદવારની ઉંમરે 18 થી 23 વર્ષ ની હોવી જોઈએ જે અરજી કરવાના છેલ્લી તારીખ ના દિવસે તમારે આ પ્રમાણેની ઉંમર હોવી જોઈએ. કેટેગરી અનુસાર છૂટછાટ મળવા પાત્ર.
ઓનલાઇન અરજી ફોર્મ
ઓનલાઇન અરજી ફોર્મ એ તમારે સીઆઇએસએફની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ભરવાના રહેશે. ઓનલાઇન ફોર્મ તમારે ઉપર જણાવેલ તારીખ અનુસાર 30 સપ્ટેમ્બર 2024 પહેલા તમારે આ અરજી ફોર્મ ભરવાના રહેશે.