Old Pension Scheme: જૂની પેન્શન યોજનાને લઈ સીએમ ભુપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાત, સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ

WhatsApp Group Join Now

Old Pension Scheme : જૂની પેન્શન યોજના માટે સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પરિણામે સરકારે નવી પેન્શન યોજના ની જાહેરાત કરી, છતાં ઘણા કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના માટે વિરોધ ચાલુ રાખ્યા હતા પરિણામે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને સરસ જાહેરાત કરવામાં આવી છે જેથી સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ચાલો આ જાહેરાત વિશે સામાન્ય જાણકારી મેળવીએ

આ સરકારી કર્મચારીઓને લાભ મળશે

જે સરકારી કર્મચારીઓ એક એપ્રિલ 2005 પહેલા ફિક્સ પગાર માં લાગેલા છે અથવા તો એક એપ્રિલ 2005 પહેલા લાગેલા નથી પરંતુ ભરતી પ્રક્રિયા એક એપ્રિલ 2005 પહેલા પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વહીવટી કારણોસર નિમણૂક એક એપ્રિલ 2005 પછી મળી હોય તો તેવા સરકારી કર્મચારીઓને પણ લાભ મળશે.

Old Pension Scheme શું છે ?

જે સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે તે નિવૃત્ત સરકારી કર્મચારીઓને તેના માસિક પગારના પચાસ ટકા રકમ નિવૃત્ત થયા બાદ દર મહિને પેન્શન તરીકે આપવામાં આવે છે, જેમ કે જો કોઈ સરકારી કર્મચારીનો પગાર 60,000 રૂપિયા છે અને તે નિવૃત્ત થાય છે તો તેને દર મહિને 25,000 રૂપિયા પેન્શન તરીકે મળે છે.

એટલું જ નહીં જૂની પેન્શન યોજનામાં નિવૃત્ત કર્મચારીને સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું અથવા મોંઘવારી ભથ્થું માં કરવામાં આવતો વધારાનો પણ લાભ આપવામાં આવે છે, તેથી નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનમાં સતત વધારો થતો રહે છે.

આમ જે પણ સરકારી કર્મચારીઓને આ જૂની પેન્શન યોજનાનો લાભ મળવાનો છે તેઓને ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ગુજરાત સરકારના આ નિર્ણયને હસતે મોઢે સ્વીકાર્યો છે જ્યારે બાકીના સરકારી કર્મચારીઓ હજુ વિરોધ કરવાના મૂડ માં લાગી રહ્યા છે.

આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા સરકારી કર્મચારી મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો અને આવી રીતે સમયસર સરકારી સમચરની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment