NREGA Job Card 2024: મિત્રો આપણે જોબ કાર્ડ વિશે માહિતી મેળવીશું કે જેની અંદર 100 દિવસની રોજગારી ની બાહેધરી આપવામાં આવે છે અને 22400 રૂપિયાની મજુરી પણ ચૂકવવામાં આવતી હોય છે. તો આપણે આ લેખની અંદર માહિતી મેળવીશું કે જોબ કાર્ડ શું છે અને જોબકાર્ડ કોણ કોણ મેળવી શકે છે.
NREGA Job Card 2024
જોબ કાર્ડ એ એક પ્રકારનું કારણની દસ્તાવેજ છે જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદા તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે ટૂંકમાં નરેગા કાયદા તરીકે ઓળખીએ છીએ આ કાયદાની અંદર 100 દિવસ સુધી રોજગારીની બાહેધરી આપવામાં આવે છે.
નરેગા જોબકાર્ડ
આ જોબકાર્ડ એ ૧૮ થી ૬૦ વર્ષની પુખ્ત વ્યક્તિએ કઢાવી શકે છે અને તેના આધારે રોજગારી મળી શકે. જોબકાર્ડ ધરાવતી વ્યક્તિને એક દિવસનું મહેતાનું રૂપિયા 224 કુલ 100 દિવસનું મહેતાનું રૂપિયા 22400 લેખે ચુકવવામાં આવતું હોય છે. જોબકાર્ડ એ અરજી કર્યા ના 15 દિવસમાં તમને આપવામાં આવે છે તે પાંચ વર્ષ સુધી માન્ય રહેતું હોય છે. આ જોબ કાર્ડ ની અંદર તમે તમારા કુટુંબના દરેક સભ્યોનું નામ પણ જોડી શકો છો.
જોબ કાર્ડ ની અંદર વ્યક્તિએ કરેલા કામ અને દિવસોની નોંધણી કરવામાં આવતી હોય છે. આ જોબ કાર્ડ હેઠળ જે તે કામ કરવાવાળા વ્યક્તિને રહેઠાણ વિસ્તારના પાંચ કિલોમીટરની અંદર કામ આપવામાં આવતું હોય છે કામનું સ્થળ દૂર હોય તો 10% મુસાફરીનું ભ્થુ પણ આપવામાં આવતું હોય છે.
જોબ કાર્ડ કોણે મળવા પાત્ર છે
- જોબકાર્ડ એ ગ્રામીણ વિસ્તારની પુખ્ત વયની એવી વ્યક્તિ કે જે બિનકુશળ અને શારીરિક શ્રમ કરવા હોય ત્યાં વ્યક્તિ કઢાવી શકે છે.
- આ યોજનાએ તમામ ગ્રામજનો માટે જ છે
- જોકર કઢાવવા માટે વ્યક્તિની ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ.
- વિકલાંગ કે સરકારી નોકરી કરતો વ્યક્તિ આ જોબકાર્ડ માટે પાત્રતા ધરાવતો નથી.
- જોબ કાર્ડ માટે તમે તલાટી કમ મંત્રી, સરપંચ, ઉપસરપંચ, ગ્રામસેવક કે ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પાસે જઈને અરજી કરાવી શકો છો.
જોબકાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- અરજદારના ફોટા વાળો સરકારી ઓળખ પત્ર
- બેંક ખાતાની પાસબુક ની નકલ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- જૂનું જોબ કાર્ડ હોય તો તે વ્યક્તિને કાર્ડ રીન્યુ કરવા માટે જૂનું જોબકાર્ડ અને આધાર કાર્ડ જ આપવાનું રહેશે.
તો મિત્રો આ રીતે જોબ કાર્ડ માટેની પાત્રતા અનુસાર ઉત્સુક વ્યક્તિક કઢાવી તેના માટે ઉપર જણાવેલા ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે. જો તમે નરેગા જોબ કાર્ડ લિસ્ટમાં તમારું નામ તપાસવા માંગતા હોવ તો https://nrega.nic.in/ વેબસાઈટ પર જઈને તપાસી શકો છો.
Read More: Aayushman Bharat Yojana: આયુષ્માન ભારત યોજના અંતર્ગત મેળવો 10 લાખ સુધીની લોન
Pravinbhai Udabhai