ન્યુ સ્વર્ણીમાં સહાય યોજના 2024: આ યોજના વિશે આજે આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર મહિલાઓને માટે અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સહાય આપવામાં આવે છે. એટલે કે આ યોજના અંતર્ગત મહિલાઓને તેમના રોજગાર વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે.
આ ન્યુ સ્વર્ણીમાં સહાય યોજનામાં યોજનાની અંદર કોણ લાભ મેળવી શકશે અને યોજનાની અંદર લાભ મેળવવા માટે ક્યાં અરજી કરવી તે અંગેની વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.
ન્યુ સ્વર્ણીમાં સહાય યોજના હેતુ
આ યોજનાની અંતર્ગત જે ગરીબી રેખા હેઠળ ઠાકોર અને કોળી જાતિના મહિલાઓ કે જે ગુજરાતની છે, તેઓ પોતાની જે પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માંગતી હોય તો તે રોજગાર પોતે મેળવી શકે અને ખુદ આત્મા નિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારના ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા આ ન્યુ સ્વર્ણીમાં યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
ન્યુ સ્વર્ણીમાં યોજના સહાય
ઉપર જણાવેલ અનુસાર આ યોજનાએ ઠાકોર અને કોળી જાતિની ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે છે તો આ યોજનાની અંતર્ગત વાર્ષિક 5 ટકાના વ્યાજ દરે તથા વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની લોન વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવતી હોય છે. લોન મેળવ્યા બાદ અરજદારે જે રકમને વ્યાજ સહિત 60 માસિકતા માં સરખા લોનની રકમ ભરપાઈ કરવાની રહે છે.
ન્યુ સ્વર્ણીમાં યોજના નિયમો
- આ યોજનામાં ફક્ત ઠાકોર અને કોળી જાતિની મહિલાઓને જ લાભ મળવા પાત્ર રહેશે
- યોજનામાં અરજી કરનાર અરજદારની ઉંમર એ 21 વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જરૂરી
- કુટુંબની વાર્ષિક આવક ₹3,00,000 કે તેના કરતાં ઓછી હોવી જોઈએ
- આજીવનમાં એક જ વખત કુટુંબમાંથી આ યોજનાનો લાભ મળવા પાત્ર રહે છે
ન્યુ સ્વર્ણીમાં યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ અરજદારનું
- રેશનકાર્ડ
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની ઝેરોક્ષ
- આવકનો દાખલો
- શાળા છોડીયનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
ન્યુ સ્વર્ણીમાં યોજનામાં અરજી
આ યોજનાની અંદર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ એ તમારે નિગમના પોર્ટલ મારફતે ભરવાનું રહેશે જેની વેબસાઈટ gtkdconline.gujarat.gov.in પર ભરવાનું રહેશે. વર્ષ 2024 25 માટે ઓનલાઇન ફોર્મ શરૂ થઈ ગયેલ છે. 26 સપ્ટેમ્બર 2024 થી 25 ઓક્ટોબર 2024 ના સમય સુધીમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.