Namo Lakshmi Yojana Gujarat: મિત્રો આપણે આજે એક અગત્યની યોજનાની ચર્ચા કરીશું જે યોજના અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દીકરીઓને 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના થકી જે કોઈપણ દીકરીઓ અભ્યાસ કરી રહી છે તેમના માટે આ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે તો આપણે આ યોજના વિશે અગત્યની માહિતી અને વધુ ચર્ચા આ પોસ્ટની અંદર કરીશું.
Namo Lakshmi Yojana Gujarat 2024
નમુ લક્ષ્મી યોજના અંતર્ગત 2024 ના અરજી રજીસ્ટ્રેશન ફોર્મ ચાલુ છે. જેના થકી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો અને આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. નમુ લક્ષ્મી યોજનામાં ચાર લાખથી વધુ વિદ્યાર્થીનીઓને અરજીઓ થઈ ગઈ છે. સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવી છે તેમાં નમુ લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે તેની અંદર સરકારના કુલ દસ લાખ સુધીના ટાર્ગેટ છે તેની સામે હજુ ચાર લાખ જેટલી વિદ્યાર્થીનીઓની અરજીઓ થઈ ગઈ છે. આ વર્ષની અંદર આ યોજનાનો પ્રથમ હપ્તો એ 85 કરોડ રૂપિયાનો ચૂકવવાનો આદેશ કરી દેવામાં આવેલો છે.
નમો લક્ષ્મી યોજના નો ઉદ્દેશ
આ યોજનાના થકી પણ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને સફળતાથી પૂરું કરે તથા તે શિક્ષણની સાથે સાથે તેમના કિશોરભાઈની કન્યાઓને પોષણ પૂરું પડી રહે તથા તેમનું આરોગ્ય શુદ્ધ બને તેવા હેતુથી નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરવામાં આવી છે.
નમો લક્ષ્મી યોજનામાં મળતા લાભ
નમો લક્ષ્મી યોજના ની અંદર ધોરણ 12 સુધીની અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ રૂપિયા 50,000 સુધીની સહાય વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે.
- ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 ની સહાય
- ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ₹15,000 ની સહાય
- આ યોજનાની અંતર્ગત વિદ્યાર્થીની ની માતા ના કે વિદ્યાર્થીનીના બેંકના ખાતામાં આપતી વખતે રકમ જમા કરાવવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના અંતર્ગત લાભ લેવા માટેની પાત્રતા
નમો લક્ષ્મી યોજના અંતર્ગત અરજી કરવા માટે કેટલીક પાત્રતાઓ છે જે નીચે પ્રમાણે દર્શાવેલી છે જે ધરાવતા અરજદાર ફોર્મ ભરી શકે છે.
- આ યોજના માત્ર દીકરીઓ માટે જ છે.
- આ યોજનાની અંદર અરજી કરવા માટે વિદ્યાર્થીની પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરેલું હોવું જોઈએ.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ.
- ગુજરાત રાજ્યની વિદ્યાર્થીની ને લાભા મળશે
- સરકારી માલકાં મુજબ વિદ્યાર્થીની ની ૮૦ ટકા હાજરી હોવી જરૂરી છે.
- દરેક કેટેગરીને વિદ્યાર્થીનીઓ માટે આ યોજના માં લાભ મળશે.
Read More:- દૂધ ઘર બનાવવા માટે સહાય, આ યોજના થકી રૂપિયા 5,00,000 સુધીની સહાય મળશે
તો મિત્રો આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને લાભ મળે છે તો આ લાભ મેળવવા માટે તમે વિદ્યાર્થીનીઓને સ્કૂલની અંદર જાતે અભ્યાસ કરે છે ત્યાં તમે આ યોજનાનો ફોર્મ ભરાવી શકો છો.