Mobile Sahay Yojana: મિત્રો આજે આપણે બહુ જ સારી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર ખેડૂત મિત્રોને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે રહી છે. હાલના ટેકનોલોજી ના યુગ પ્રમાણે દરેક વ્યક્તિની જોડે સ્માર્ટફોન થઈ ગયા છે તો ખેડૂતોને પણ ઘણા બધા રીતે સ્માર્ટફોન ઉપયોગ કી થઈ શકે છે જેવું કે સ્માર્ટફોન થકી તે વેધર વિશેની માહિતી મેળવી શકે છે અને નજીકના શાક માર્કેટ અથવા તો માર્કેટ યાર્ડના રોજના ભાવ વિશે પણ જાણી શકે છે. તો આ રીતે સ્માર્ટફોન એ અત્યારના જમાનામાં બહુ જ ઉપયોગની વસ્તુ છે. જેના ઉપર સરકાર સહાય આપી રહી છે તો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અને છુપાત્રતાઓ છે તે અંગેની ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું.
સ્માર્ટફોન સહાય યોજના – Mobile Sahay Yojana
આ યોજનાની અંદર ખેડૂત મિત્રોને ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે જેના થકી ખેડૂતો સ્માર્ટફોનના ઉપયોગ છે ખેતી અંગેની વધારે માહિતી સ્પષ્ટ પણે મેળવી શકે. આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ તમને મંજૂરી મળે પછી સ્માર્ટફોન ખરીદવાનો રહેશે સ્માર્ટફોન ખરીદ્યા બાદ તમારા ખાતામાં સીધા સબસીડી જમા થઈ જશે.
સ્માર્ટફોન સહાય યોજના લાભ
સ્માર્ટફોન ના ના ઘણા બધા લાભો છે અને યોજનાની અંદર તમને શું શું લાભ મળશે તે અંગેની ચર્ચા કરીએ.
- આ યોજના થકી જે કોઈપણ ખેડૂત મોબાઈલ ફોન કરી છે તેમને 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.
- આ યોજનાની અંદર 50% અથવા તો 6000 રૂપિયા જે બંને માંથી ઓછું છે તે સરકાર દ્વારા આપવામાં આવશે.
- આ યોજના ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.
- ઓનલાઇન અરજી કર્યા બાદ મંજૂરી મળ્યા પછી જ તમારે ફોનની ખરીદી કરવાની રહેશે.
- સ્માર્ટફોન ના ઉપયોગથી ખેડૂત ખેતી ની અંદર ઘણા બધા લાભ મેળવી શકે છે.
સ્માર્ટફોન સહાય યોજના પાત્રતા અને નિયમો
- સ્માર્ટફોન સહાય યોજના ની અંદર લાભ લેવા માટે ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે
- અરજદારના નામે જમીન હોવી જરૂરી છે
- યોજનાની અંદર મોબાઈલ ફોન ખરીદી કર્યા બાદ મોબાઈલનું ખર્ચના 50% અથવા તો 6000 રૂપિયા જે બંનેમાંથી ઓછું છે તે મળવા પાત્ર રહેશે.
સ્માર્ટફોન સહાય યોજના ની અંદર અરજી કેવી રીતે કરવી
સ્માર્ટફોન સહાય યોજના ની અરજી પ્રક્રિયા એ સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયા છે જેને કેટલાક સરળ રીતે કરી શકાય છે.
- સૌપ્રથમ તમારે ગુજરાત સરકારની ઓફિશિયલ આઈ પોર્ટલ વેબસાઈટ પર જવાનું રહેશે
- આઇ પોર્ટલ પર ગયા બાદ તમારે વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરશો એટલે તમારી સામે અલગ અલગ વિભાગની અરજીઓ કરવાની લીંક ખુલી જશે.
- ત્યારબાદ તમે ખેતીવાડી યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરો અને તેની અંદર સ્માર્ટફોન સહાય યોજના ની અરજી કરો પર ક્લિક કરો.
- ત્યારબાદ નવી અરજી કરો પર ક્લિક કરો અને જે સામે ફોર્મ આવે છે તેને ભરી નાખો.
- ફોર્મ ભર્યા બાદ તમે અરજી કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કઢાવી શકો છો.
તો ખેડૂત મિત્રો તમે આ રીતે સ્માર્ટફોન સહાય યોજના ની અંદર લાભ મેળવી શકો છો અને 6000 રૂપિયા સુધીની સહાય નવા મોબાઈલની ખરીદી પર કરી શકો છો.