Mahila Vikas Award Yojana : મહિલાઓને દર વર્ષે મળશે પચાસ હજાર રૂપિયાની સહાય, જાણો કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકાય

WhatsApp Group Join Now

Mahila Vikas Award Yojana : આમ તો આપણા ગુજરાતમાં મહિલા સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાનો અમલમાં છે, આમાંની જ એક યોજના એટલે મહિલા વિકાસ એવોર્ડ યોજના વિશે આજે વાત કરવાના છીએ. આ યોજનાના લાભાર્થી મહિલાને દર વર્ષે પચાસ હજાર રૂપિયા મળી શકે છે તો ચાલો આ યોજના વિશે વિગતવાર વાત કરીએ…

મહિલા વિકાસ એવોર્ડ યોજનાનો મુખ્ય હેતુ | Mahila Vikas Award Yojana

મહિલાઓ માટે ચાલુ મોટા ભાગની સરકારી યોજનાઓનો મુખ્ય હેતુ મહિલા સશકિતકરણ જ હોય છે તેવી જ રીતે મહિલા વિકાસ એવોર્ડ યોજનાનો મુખ્ય હેતુ મહિલા સશકિતકરણ જ છે આ ઉપરાંત આ યોજના દ્વારા મહિલાઓને મહિલાઓ માટે જ વિકાસના કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય અને વધુ ને વધુ મહિલાઓ મહિલા સશક્તિકરણના કાર્યમાં જોડાય તે માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ યોજના દ્વારા મળતા લાભ

  • જે મહિલાની આ યોજનાના લાભ માટે પસંદગી થાય છે તે મહિલાને રૂપિયા પચાસ હજાર નું ઈનામ આપવામાં આવે છે.
  • જો કોઈ સ્વેચ્છિક સંસ્થાની પસંદગી થાય છે તો તે સંસ્થાને પુરસ્કાર સ્વરૂપે એક લાખ રૂપિયા આપવામાં આવે છે.
  • આ યોજનાની મુખ્ય ખાસિયત એ છે કે કોઈ નિયત કેટેગરીના મહિલાઓ માટે નથી પરંતુ દરેક કેટેગરીના મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે ?

  • સૌ પ્રથમ તો ગુજરાતની મહિલાઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • જો કોઈ એવી સ્વેચ્છિક સંસ્થામા કે જે મહિલા સશકિતકરણ અથવા મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરે છે, તો તે સંસ્થાને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • કોઈ મહિલા સ્વતંત્ર રીતે મહિલા સશકિતકરણ અથવા મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે તો તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • પરંતુ ધ્યાન રહે કે ઓછા માં ઓછા પાંચ વર્ષ સુધી આ ક્ષેત્રમાં કાર્ય કરતા હોવા જોઈએ તેમજ કોઈ સરકારી અથવા અર્ધ સરકારી અથવા સો ટકા અનુદાનિત સંસ્થા ને આ યોજનાનો લાભ નહીં મળે.

આ યોજનાનો લાભ કેવી રીતે મળશે ?

જો તમે ઉપર મુજબની યોગ્યતા ધરાવો છો અને આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમારે મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા નિયામક શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતેથી આ યોજના માટેનું ફોર્મ ભરવાનું રહેશે.

હવે જેટલા પણ મહિલા ઉમેદવારોએ આ યોજના માટે ઉમેદવારી નોંધાવી હશે તે બધા ફોર્મનું અધિકારી દ્વારા શોર્ટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને પસંદ થનાર મહિલાને પચાસ હજાર રૂપિયા અને જો સંસ્થા હોય તો એક લાખ રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.

આમ મહિલા સશિતકરણ માં સારું કાર્ય કરનારની દર વર્ષે પસંદગી કરવામાં આવે છે અને પુરસ્કાર સ્વરૂપે ઉપર મુજબની રકમ આપવામાં આવે છે.

આશા રાખું છું કે આજની આ માહિતી તમને ગમી હશે, જો કોઈ મહિલા આ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે કે કોઈ સંસ્થા આ ક્ષેત્રે કાર્ય કરી રહી છે તો તેને આ લેખ જરૂર શેર કરજો, જેથી તેને વધુ ને વધુ પ્રોત્સાહન મળે અને આવી રીતે ઉપયોગી સરકારી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment