આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક: આધારકાર્ડ એ બહુ જ જરૂરી ડોક્યુમેન્ટ છે આપણા માટે જે તે બધા મિત્રો જાણો જ છો. અને આ ડોક્યુમેન્ટ નો તમારે ઓનલાઇન સર્વિસનો ઉપયોગ કરવો હોય તો તમારે આધાર કાર્ડ એ મોબાઇલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે ત્યારે જ તમે તેની ઓનલાઈન સર્વિસો નો લાભ મેળવી શકો છો.
આધાર સાથે મોબાઈલ નંબર લીંક
આધારકાર્ડ ની અંદર મોબાઈલ નંબર લીંક કઈ રીતે કરાવો ઘરે બેઠા તથા મોબાઈલ નંબર લીંક હોય અથવા તો તમે જે મોબાઈલ નંબર અપડેટ કરાવવા માંગતા હો તો પણ તમે ઘરે બેઠા મોબાઈલ નંબર લીંક અથવા અપડેટ કરાવી શકો છો.
લિંક કરો મોબાઈલ નંબર આધાર સાથે આધાર સેન્ટર ગયા વગર
હા મિત્રો તો હવે તમે તમારો આધાર કાર્ડ ને મોબાઈલ નંબર સાથે લિંક કરાવી શકો છો ઘરે બેઠા તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી તમારે આધાર સેન્ટર ગયા સિવાય તમે ઘરે બેઠા મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે લીંક કરાવી શકો છો. તે વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી કે કઈ રીતે તમે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરાવી શકો છો.
ઘરે બેઠા કરાવો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક
મિત્રો તમે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે એક રિક્વેસ્ટ સબમીટ કરવાની છે જેની સંપૂર્ણ રીત નીચે પ્રમાણે દર્શાવેલી છે.
- તમારે સૌ પ્રથમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે તેના માટે તમે કોઈપણ બ્રાઉઝરમાં જઈ અને આઇપીપી ઓનલાઈન સર્ચ કરો અને તેની વેબસાઈટ પર ક્લિક કરો.
- પોસ્ટ વિભાગની અંદર આ સર્વિસ દરેક પોસ્ટ ઓફિસમાં લાગુ કરી દેવામાં આવેલી છે કે જેને અંદર તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો આધાર કાર્ડ સાથે.
- વેબસાઈટ ઓપન થયા બાદ તમારે ડાબી બાજુ ત્રણ લીટી પર ક્લિક કરવાનું છે, ત્યારબાદના ઓપ્શન અમારી તમે સર્વિસ રિક્વેસ્ટ પર ક્લિક કરો અને નોન આઈ પી પી બી કસ્ટમર પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારી સામે બે ઓપ્શન આવશે તેની અંદર તમારે સર્વિસ રિક્વેસ્ટ ટીમ ફ્રોમ ડોર સ્ટેપ બેન્કિંગ પર ક્લિક કરવાનું રહેશે.
- તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે અલગ અલગ પ્રકારની સર્વિસો જોવા મળશે. તે સર્વિસોની અંદર તમારે આધાર મોબાઈલ અપડેટ ની સર્વિસ પસંદ કરવાની છે.
- ક્યાં ખાનામાં ક્લિક કરશો એટલે તમારી સામે કેટલીક વિગત પુરવા માટેનું ફોર્મ ખુલી જશે તે વિગત તમારે સંપૂર્ણ રીતે સાચી ભરવાની રહેશે.
- વિગત ભરી અને તમારે નીચે આપેલ ચેકબોક્સમાં ક્લિક કરી કેપ્ચા કોડ ભરી અને સબમીટ ઉપર ક્લિક કરવાનું રહેશે.
- સબમીટ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે લખેલ આવી જશે કે યોર સબમીશન હેસ બીન સક્સેસફૂલ એટલે કે તમારું સબમીશન સફળતાપૂર્વક સબમિટ થઈ ગયેલું છે.
આ સબમીટ સંપૂર્ણ કર્યા બાદ પોસ્ટ ઓફિસ માંથી ચારથી પાંચ દિવસમાં પોસ્ટમેન ઘરે આવી અને બાયોમેટ્રિક કરી અને મોબાઈલ નંબર અપડેટ કરી આપી જશે.
તો મિત્રો આ રીતે તમે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરી શકો છો અને તેનાથી તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમે 155299 આ નંબર પર કોલ પણ કરી શકો છો.