Lakhpati Didi Yojana 2024: મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા “લખપતિ દીદી યોજના” ૨૦૨૩ માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે ₹5,00,000 સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ ૨૦૨૫ સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો છે.
લખપતિ દીદી કોણ?
“લખપતિ દીદી” એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી ₹1,00,000 (દર મહિને આશરે ₹8,300) હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.
લખપતિ દીદી યોજનાના ફાયદા:
- મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરવો.
- નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે.
- સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે.
- મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા.
Read More: ભરત કામ મશીન યોજના 2024: ભરતકામ કરતા લોકોને સરકાર આપી રહી છે સહાય, જાણો અરજીની રીત
લખપતિ દીદી યોજનાના ઘટકો:
- વ્યાજમુક્ત લોન: યોગ્યતા ધરાવતી મહિલાઓને ₹5 લાખ સુધીની લોન કોઈપણ વ્યાજ વગર આપવામાં આવે છે. આ લોનનો ઉપયોગ સ્વરોજગાર શરૂ કરવા, વ્યવસાયને વિસ્તારવા અથવા કૌશલ્ય વિકાસ માટે કરી શકાય છે.
- રોજગારલક્ષી તાલીમ: મહિલાઓને રોજગારીની તકો વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
તાલીમ કાર્યક્રમો:
યોજના હેઠળ મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે, જેમ કે:
- કૃષિલક્ષી તાલીમ: ડ્રોન ટેક્નોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ વગેરે.
- પ્લમ્બિંગ તાલીમ: પાઇપલાઇન ફિટિંગ, નળ રિપેરિંગ વગેરે.
- LED બલ્બ નિર્માણ: LED બલ્બ બનાવવા અને રિપેર કરવાની તાલીમ.
લખપતિ દીદી યોજના માટે અરજી પ્રક્રિયા:
હાલમાં, લખપતિ દીદી યોજના ૨૦૨૪ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ નથી. જોકે, આ યોજનાનો લાભ લેવા ઈચ્છતી મહિલાઓ સ્વ-સહાય જૂથ (SHG) માં જોડાઈને પોતાની યોગ્યતા નક્કી કરી શકે છે.
યોજનાની વિગતવાર માહિતી અને અરજી પ્રક્રિયા માટે આંગણવાડી કેન્દ્રો મુખ્ય સંપર્ક સ્થળ છે. ત્યાં તમને યોજના સંબંધિત તમામ માહિતી મળી રહેશે અને અરજી કરવામાં પણ મદદ મળશે.
જ્યારે સરકાર દ્વારા ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, ત્યારે તે અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ યોજના દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવીને તેમના સપનાઓને સાકાર કરવાની તક મળી રહી છે. જેથી યોજના સંબંધિત કોઈપણ પ્રકારની ગેરસમજ અટકાવવા માટે સરકારી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ કરવો.
Read More: કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડુતોને મળશે 3 લાખ સુધીની વગર વ્યાજે લોન
Bussnes use lon
New business start