નાળિયેરીની ખેતી માટે સહાય: મિત્રો અત્યારે ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે અને ખેડૂતો પણ આગળ વધી રહ્યા છે તે ખેતીમાં અવારનવાર આધુનિકતા લાવતા હોય છે તેમની ખેતીઓમાં બાગાયત ખેતી કે જે ખેતી ની અંદર ખેડૂતોને પણ સારા પ્રમાણમાં આવક મળી રહેતી હોય છે અને તે એક બહુ જ ટેકનોલોજી થી ભરપૂર અને સારી એવી ખેતી છે આપણે અગાઉ પપૈયાના ખેતી વિશે અને તેની યોજના વિશે ચર્ચા કરેલી છે અને તેના વિશે આપણે આર્ટિકલ પણ લખેલું છે તો આજે તે જ રીતે બગાડની ખેતીમાં આપણે નાળિયેરીની ખેતી કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે સહાય વિશેની ચર્ચા અને તેની જાણકારી મેળવીશું.
નાળિયેરીની ખેતી માટે સહાય
સરકાર દ્વારા બહુ જ સરસ મજાની આ યોજના બહાર પાડવામાં આવેલી છે કે જેની અંદર ખેડૂતોને નાળિયેરીની ખેતી કરવા માટે સહાય આપવામાં આવી રહી છે આ યોજનાનું નામ છે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય જે યોજનાએ એક ખાતાની અંદર ચાર હેક્ટરની મર્યાદામાં લાભ આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એ છે કે ખેડૂતો બાગાયત ખેતીની તરફ વળે અને જે કોઈપણ ખેડૂત મિત્રો બગાત ખેતી કરે છે તેમને પણ આ યોજના થકી પ્રોત્સાહન પૂરું પાડવાનું સરકાર દ્વારા એક હેતુ છે. તો આ યોજનાને અંદર લાભ મેળવવા માટે શું શું પાત્ર છે અને યોજના માં અરજી કેવી રીતે કરવી તે અંગેની માહિતી નીચે દર્શાવેલી છે.
નાળિયેરની ખેતી માટે સહાય મેળવવા પાત્રતા
આ યોજનાની અંદર લાખો મેળવવા માટે તમારે મુખ્ય પાત્રતા કે તમારે નાળિયેરનું વાવેતર કરવાનું રહેશે નાળિયેરીના વાવેતર કરવા ઉપર તમને સરકાર તરફથી આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે અને લાભાર્થી ખેડૂત એ ગુજરાતનો હોવો જરૂરી છે. આ યોજનાની અંદર પ્લાન્ટિંગ મટીરીયલ અને ઇનપુટ ખર્ચ માટે જ સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર રાજ્યનો 2024/25 નો કુલ સંભવિત લક્ષણ કા 948 જેટલો છે.
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય માં મળતો લાભ
આ યોજનાની અંદર ખેડૂતોને 37,500 ની સહાય આપવામાં આવે છે. આ યોજના ની અંદર યુનિટ કોસ્ટ રૂપિયા 50,000 હેક્ટરે રહેશે અને યોજનામાં ખર્ચના પંચ ટકા મુજબ મહત્તમ 37,500 એક્ટરે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. અને આ યોજના માં લાભાર્થી ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદા ની અંદર વિજ્ઞાનનો લાભ આપવામાં આવે આ યોજનાની અંદર તમને બે આપતા માં સહાય મળવા પાત્ર રહેશે પહેલા 75 ટકા અને પછી 25% આ મળી અને કુલ 100% તમને જે રકમ છે તે ની સહાય આપવામાં આવશે.
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય માં જરૂરી ડોક્યુમેન્ટ
નાળિયેરી વાવેતર વિસ્તારની આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
- જમીનની વિગત સાતબાર તથા 8 અ
- આધાર કાર્ડ ની નકલ
- બેંક પાસબુક ની નકલ
- વન અધિકાર પત્ર ધરાવતા હો તો તેની નકલ
- સંમતિ પત્રક
નાળિયેરી વાવેતર ની સહાય યોજનામાં અરજી
મિત્રો આ યોજનાની અંદર તમારે લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે. આ યોજના ની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ એ 15 8 2024 સુધી છે જે પહેલા તમારે આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે તમારે આઈ ખેડુત પોર્ટલ ની વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં તમારે બાગાયત વિભાગની અંદર નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય નામની યોજનામાં જઈ અને તમારે અરજી કરવાની રહેશે. હજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ અને જરૂર ડોક્યુમેન્ટ જોડી અને જો અંદર જણાવેલું હોય તો જે તે લાગતી કચેરી ની અંદર મોકલવાના રહેશે.
તો ખેડૂત મિત્રો નાળિયેરીની અંદર જે કોઈપણ વાવેતર કરવા માંગતા હોય તો આ યોજનાનો લાભ મેળવી અને વાવેતર પણ કરી શકે છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે અને તમારા whatsapp ગ્રુપમાં શેર કરી શકો છો.