Khedut sahay Yojana 2024 : ગુજરાતી સરકાર દ્વારા ખેડૂતો માટે અવારનવાર નવી નવી યોજનાઓ અમલમાં મુકાતી હોય છે, આ તમામ યોજનાઓ ની માહિતી ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ એટલે કે આઇ ખેડૂત પોર્ટલ પર માહિતી આવતી હોય છે. આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે વધુ એક યોજના ની માહિતી આવી છે, આ યોજનામાં ખેડૂતને પાક વાવેતર માટે રૂપિયા 20,000 સુધીની સહાય આપવામાં આવશે. જો તમે આ યોજનાની મહત્વપૂર્ણ માહિતી મેળવવા ઈચ્છો છો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
રૂપિયા 20,000 સુધીની સહાય | Khedut sahay Yojana 2024
હાલ આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, જો તમે આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તમારે તારીખ 19/09/2024 થી 02/11/2024 સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર પૂછવામાં આવેલી વિગતો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે, પરંતુ અરજી કરતા પહેલા આ યોજના વિશે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ જેમકે આ યોજના ના લાભ, કોણ કોણ આજે કરી શકે વગેરે વગેરે
આ યોજનાના લાભો
- આ યોજના દ્વારા ખેડૂતને એક હેક્ટર દીઠ ₹10,000 ની સહાય મળે છે અને વધુમાં વધુ બે હેક્ટર માટે તમને સહાય આપવામાં આવે છે.
- એટલે કે આ યોજના દ્વારા વધુમાં વધુ રૂપિયા 20,000 ની સહાય ખેડૂતને મળવા પાત્ર થાય છે.
- આ યોજનાની મદદથી એક હેક્ટર દીઠ 70 મેટ્રિક ટન કરતા વધારે ઉત્પાદન મેળવો છો તો તમને વધારાનો લાભ પણ મળે છે.
- 70 મેટ્રિક ટનથી વધારે જેટલું ઉત્પાદન થશે, તે માટે વેચાણના ભાવનો 10% પ્રોત્સાહક સહાય રૂપે આપવામાં આવશે, આ લાભ પણ બે હેકટરની મર્યાદામાં આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે ?
- આ યોજનાનો લાભ ફક્ત અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો જ લઈ શકે છે.
- આ યોજના ફક્ત શેરડીના વાવેતર માટે છે, જો તમે શેરડીના પાકનું વાવેતર કરો છો તો જ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
- આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતનો ખેડુત જ મેળવી શકે છે.
- આ યોજના ગુજરાતના અમુક જિલ્લાઓ માટે અમલમાં છે જેમ કે… સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, નર્મદા અને ભરૂચ જિલ્લાના અનુસુચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂત છો અને શેરડીનું વાવેતર કરો છો તો જ આ યોજનાનો લાભ મળશે.
આ યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનો રહેશે ત્યારબાદ અહીં તમારી યોજનાઓ નામનો વિકલ્પ પસંદ કરવાનો થશે, હવે ખેતીવાડી ન યોજનાઓ નામનો વિકલ્પ પસંદ કરવાનો થશે. અહી તમને “અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય” લખેલું દેખાશે તેના પર ક્લિક કરશો એટલે આ યોજનાની માહિતી તેમજ અરજી કરવાની લીંક પણ મળી જશે, આ લિંક પર ક્લિક કરી ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
આ યોજનાની માહિતી તમે તમારા ખેડૂત મિત્ર ને પણ શેર કરજો તેમ જ આવી જ રીતે નવી નવી સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.